Home> India
Advertisement
Prev
Next

Navratri: નવરાત્રિમાં ઉપવાસને સાર્થક બનાવવા કરો આ ઉપાય, આ ઉંમરની કન્યાઓનું કરો પૂજન

Kanya Poojan: જેવી રીતે ભૈરવ વિના માતાની પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી તેમ જ કન્યા પૂજનનું ફળ તેમને જમાડવાથી જ મળે છે.

Navratri: નવરાત્રિમાં ઉપવાસને સાર્થક બનાવવા કરો આ ઉપાય, આ ઉંમરની કન્યાઓનું કરો પૂજન

Navratri Kanya Poojan:  દેશભરમાં નવરાત્રિની લોકો રાહ જોતા હોય છે. નવરાત્રિની દેશ-વિદેશમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિમાં કન્યા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. નવરાત્રિ શરૂ થતાં લોકો કન્યા પૂજાન કરવાનું કરે છે શરૂ. શાસ્ત્રીય માન્યતા અનુસાર અષ્ટમીનો દિવસ કન્યાઓની પૂજા માટે સૌથી મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. પૂજા માટે છોકરીઓની ઉંમર 2 વર્ષની વધુ અને 10 વર્ષ  સુધીની હોવી જોઈએ. આ સાથે તેમની સંખ્યા ઓછામાં ઓછી નવ હોવી જોઈએ. 

fallbacks

કન્યા પૂજનમાં એક બાળકનું હોવું હોય છે જરૂરી 
કન્યા પૂજનના સમયે કન્યાઓની સાથે એક બાળકની કરવામાં આવે છે પૂજા . તેને કન્યાઓ સાથે જમાડવામાં પણ આવે છે. સામાન્ય રીતે કન્યાઓની સંખ્યા 9 હોય છે. જ્યારે નવ કરતા વધુ હોય તો પણ કોઈ વાંધો નથી.

આર્થિક તંગીના આગમન પહેલાં માં લક્ષ્મી આ 4 સંકેતોથી કરે છે સચેત, આ કરો ઉપાય
 
ઉંમરના અનુસાર કરવામાં આવે છે કન્યા પૂજન
નવરાત્રિના સમયમાં આઠમ કે નોમના દિવસે 9 કન્યાઓની પૂજા કરવામાં આવે છે. 2 વર્ષની બાળકીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી દુ:ખ અને ગરીબી દૂર થાય છે. ત્રણ વર્ષની બાળકીને ત્રિમૂર્તિ માનવામાં આવે છે. અને તેની પૂજા કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિની સાથે આશીર્વાદ મળે છે. ચાર વર્ષની બાળકીને કલ્યાણી માનવામાં આવે છે અને તેની પૂજાથી પરિવારમાં સમૃદ્ધિ આવે છે.

Shani Vakri 2022: આ 3 રાશિવાળા માટે ખૂબ શુભ છે 23 ઓક્ટોબર સુધીનો સમય, શનિ આપશે છપ્પર ફાડ પૈસા

પાંચ વર્ષની બાળકીને રોહિણી કહેવામાં આવે છે અને તેની પૂજા કરવાથી વ્યક્તિ રોગમુક્ત બને છે. છ વર્ષની બાળકીને કાલિકાનું સ્વરૂપ માનવામાં આવે છે. અને તે જ્ઞાન, વિજય અને રાજયોગ આપે છે. સાત વર્ષની બાળકીનું સ્વરૂપ ચંડિકાનું માનવામાં આવે છે.  ચંડિકાની પૂજા કરવાથી સમૃદ્ધિ આવે છે. આઠ વર્ષની બાળકીને શાંભવી કહેવામાં આવે છે. તેની પૂજા કરવાથી વાદ-વિવાદમાં વિજય મળે છે. નવ વર્ષની બાળકીને સાક્ષાત દુર્ગા કહેવામાં આવે છે. જેની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને તમામ કાર્યો પૂર્ણ થાય છે.દસ વર્ષની બાળકીને સુભદ્રા માનવામાં આવે છે અને માતા સુભદ્રા તેના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More