Home> India
Advertisement
Prev
Next

Monsoon Prediction: ગૂડ ન્યૂઝ... જલદી બેસશે ચોમાસું, કેરળમાં 24 કલાકમાં થશે પધારામણી, જાણો ક્યારે પહોંચશે ગુજરાત

Monsoon Kerala 2024 start date, Southwest Monsoon in India: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે હીટવેવના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. અનેક શહેરોમાં પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી  પહોંચી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે.

Monsoon Prediction: ગૂડ ન્યૂઝ... જલદી બેસશે ચોમાસું, કેરળમાં 24 કલાકમાં થશે પધારામણી, જાણો ક્યારે પહોંચશે ગુજરાત

Monsoon Kerala 2024 start date, Southwest Monsoon in India: ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીના કારણે લોકોની હાલત ખરાબ છે હીટવેવના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. અનેક શહેરોમાં પારો 50 ડિગ્રી સેલ્સિયસ સુધી  પહોંચી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાકની અંદર જ કેરળના કાંઠે મોનસૂન ટકરાશે. તેના કારણે થોડા દિવસોમાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં રાહત મળવા લાગશે અને પછી આગામી કેટલાક સપ્તાહની અંદર મધ્ય અને ઉત્તર ભારતને પણ કાળઝાળ ગરમીથી રાહત મળી શકશે. બુધવારે હવામાન વિભાગે જણાવ્યું કે કેરળ તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. જે અત્યાર સુધી માલદીવની આજુબાજુ હતું. કેરળ બાદ ચોમાસું ઉત્તર પૂર્વી રાજ્યો તરફ આગળ વધશે. 

fallbacks

હવામાન વિભાગે લૂના થપેડા ઝેલી રહેલા ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો માટે પણ રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે 30 મેથી લૂની અસર થોડી ઓછી થવા લાગશે. અનુમાન છે કે ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અસમ અને મેઘાલયમાં વરસાદ પડશે. આ ઉપરાંત સિક્કિમ અને બંગાળમાં પણ હવામાન પલટાશે. ગુરુવારથી આ રાજ્યોમાં હવામાનમાં પલટો થવાનું શરૂ થઈ જશે અને આગામી 5 દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. 

એવું અનુમાન છે કે 31મી મેથી 2 જૂન વચ્ચે ગંગા તટીય બંગાળ, ઝારખંડ, બિહાર ઉપરાંત ઓડિશામાં પણ વરસાદ પડશે. આ રાજ્યોમાં કેટલાક સ્થળોએ ધૂળવાળી આંધી આવવાની શક્યતા છે. ઉત્તર ભારતના રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અને જમ્મુ કાશમીરમાં પણ હવામાન પલટાશે. નોંધનીય છેકે દિલ્હી એનસીઆર, રાજસ્થાન અને યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં તાપમાન 50 ડિગ્રી પાર પહોંચી રહ્યું છે. ગુજરાતમાં પણ અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી પાર પહોંચ્યું છે. 

આ ભાગોમાં ગરમીથી હાલત ખરાબ
આઈએમડીએ દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, અને મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરેલું છે. 29મી મેના રોજ રાજસ્થાનના અનેક ભાગોમાં , પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીના કેટલાક વિસ્તારો અને યુપી તથા મધ્ય પ્રદેશના કેટલાક ભાગમાં ભીષણ ગરમીની સ્થિતિ જોવા મળી શકે છે. ધીરે ધીરે તેમાં ઘટાડો થવાનું અનુમાન છે. ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભીષણ ગરમીની સ્થિતિ 30મી મેથી ધીરે ધીરે ઘટવાની શક્યતા છે. 

આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, કેરળમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સબ હિમાલયન વેસ્ટ બંગાલ, સિક્કિમમાં 20થી 31 મે સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. 

અત્રે જણાવવાનું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂનની આજુબાજુ કેરળમાં પ્રવેશે છે. સામાન્ય રીતે તે ઉછાળા સાથે ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આજુબાજુમાં તો સમગ્ર દેશને કવર કરી લે છે. તે પહેલા 22 મેના રોજ આંદમાન નિકોબારમાં દસ્તક આપે છે. આ વખતે આંદમાનમાં ચોમાસાનું આગમન સામાન્યથી 3 દિવસ પહેલા એટલે કે 19મી મેના રોજ થઈ ગયું. 

જાણો રાજ્યવાર સ્થિતિ

રાજ્ય                                                                                                             તારીખ
આંદમાન નિકોબાર                                                                                             22 મે
બંગાળની ખાડી                                                                                                  26 મે
કેરળ, તમિલનાડુ                                                                                                 01 જૂન
કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને અસમના કેટલાક ભાગ                                                     05 જૂન
મહારાષ્ટ્ર, તેલંગણા, અને આંધ્ર પ્રદેશનો ઉપરી ભાગ, પશ્ચિમ બંગાળ                             10 જૂન
ગુજરાત અને મધ્ય પ્રદેશની સીમા, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહાર              15 જૂન
ગુજરાતના આંતરિયાળ વિસ્તારો, એમપીના મધ્ય ભાગો અને યુપીના કેટલાક ભાગો        20 જૂન
ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અને કાશ્મીર   25 જૂન
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ                                                                       30 જૂન
રાજસ્થાનના બાકી ભાગો                                                                                   05 જૂલાઈ
 

ગુજરાત માટે હવામાનની આગાહી
રાજ્ય હવામાન ખાતાએ ચાર જિલ્લામાં ધૂળની આંધીની આગાહી કરી છે. આગામી 3 દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. ધુળ ની આંધીના પગલે વિઝિબિલિટી માં થશે ઘટાડો. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ રહેશે સૂકું. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પરથી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પવન ની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે. 

શું કરી છે અંબાલાલ પટેલે આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થશે. દક્ષિણ ગુજરાત માં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાત ના ભાગો માં વરસાદ થઈ શકે છે. આણંદ, વડોદરા, નડીયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટી ની અસર થઈ શકે છે. પંચમહાલ ના ભાગો તથા સાબરકાંઠા ના ભાગો માં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. ૪ જૂન સુધી માં રાજ્યમાં વરસાદ થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગો માં વરસાદ થવાથી ચોમાસુ સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More