Home> India
Advertisement
Prev
Next

IMD Rainfall Alert: ઠંડી-ગરમી વચ્ચે હવે આ રાજ્યોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી પાંચ ફેબ્રુઆરી સુધી કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ઠંડીને લઈને પણ હવામાન વિભાગે નવી આગાહી કરી છે. 

IMD Rainfall Alert: ઠંડી-ગરમી વચ્ચે હવે આ રાજ્યોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ Weather Update, IMD Rainfall Alert: દેશના મોટા ભાગના રાજ્યોમાં ઠંડી ફરી રહી છે. ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન સૂર્ય ચમકી રહ્યો છે જેના કારણે લોકોને રાહત મળી રહી છે. જો કે, આ દરમિયાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ઘણા રાજ્યોમાં આજથી 5 ફેબ્રુઆરી સુધી એટલે કે ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાનો છે. હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદ પડશે. હાલમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, ઉત્તર મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં લઘુત્તમ તાપમાન છ થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે. આજે સૌથી ઓછું તાપમાન હરિયાણાના કરનાલમાં 5.4 ડિગ્રી સેલ્સિયસ હતું.

fallbacks

હવામાન વિભાગે કહ્યું કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ હળવોથી મધ્ય વરસાદ અને બર્ફવર્ષા થશે. પાંચ ફેબ્રુઆરીએ પણ છુટાછવાયા વરસાદનું એલર્ટ છે. આ સિવાય પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાનમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે. આ સિવાય આ રાજ્યોમાં કરા પડશે. ઉત્તર પ્રદેશમાં ચાર અને પાંચ ફેબ્રુઆરીએ વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ચાર ફેબ્રુઆરીએ ભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

આ પણ વાંચોઃ 5 ફેબ્રુઆરીએ ઓપન થશે પાર્ક હોટલ્સનો IPO,ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીના સંકેત

તો ઠંડી અને ધુમ્મસની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં પાંચ અને છ ફેબ્રુઆરીએ ગાઢ ધુમ્મસ રહેવાની છે. ઓડિશા,. અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ચાર અને પાંચ ફેબ્રુઆરીએ ધુમ્મસની સ્થિતિ રહેશે. તો હિમાચલમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ કોલ્ડ ડેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઠંડીને લઈને હવામાન વિભાગે ખુશખબરી આપી છે કે આવનારા દિવસોમાં તેમાં ઘટાડો થશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસમાં ન્યૂનતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાનું છે. આ સિવાય પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં આગામી બે દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More