Home> India
Advertisement
Prev
Next

IMF એ 'આત્મનિર્ભર ભારત'ના ખોબલે ખોબલે વખાણ કર્યા, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોના સંકટમાંથી દેશને બહાર કાઢવા માટે આત્મનિર્ભર ભારત (Aatmanirbhar Bharat) હેઠળ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જેમાં નાના ખેડૂતો, મજૂરો અને દુકાનદારોથી લઈને ઈન્ડસ્ટ્રીને સરકારે આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી. હવે પીએમ મોદી (PM Modi) ના આ પગલાના ખુબ વખાણ આંતરરાષ્ટ્રીય મંચ પર થઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMFએ પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના ખુબ વખાણ કર્યા છે. 

IMF એ 'આત્મનિર્ભર ભારત'ના ખોબલે ખોબલે વખાણ કર્યા, જાણો શું કહ્યું?

વોશિંગ્ટન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોના સંકટમાંથી દેશને બહાર કાઢવા માટે આત્મનિર્ભર ભારત (Aatmanirbhar Bharat) હેઠળ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જેમાં નાના ખેડૂતો, મજૂરો અને દુકાનદારોથી લઈને ઈન્ડસ્ટ્રીને સરકારે આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી. હવે પીએમ મોદી (PM Modi) ના આ પગલાના ખુબ વખાણ આંતરરાષ્ટ્રીય મંચ પર થઈ રહ્યા છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMFએ પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના ખુબ વખાણ કર્યા છે. 

fallbacks

Bihar Elections: ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી, વિગતો જાણવા કરો ક્લિક

મોટા સંકટથી બચાવી લીધુ
એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા IMFના કોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ગેરી રાઈસે કહ્યું કે કોરોના સંકટને જોતા આત્મનિર્ભર ભારત હેઠળ અપાયેલા આર્થિક પેકેજે ભારતીય અર્થવ્યવસ્થાને સહારો આપ્યો અને અનેક મોટા જોખમ ઓછા કર્યા. આથી અમને લાગે છે કે આ એક મહત્વપૂર્ણ પગલું હતું. 

પીએમ મોદીની આત્મનિર્ભર ભારત યોજના અંગે પૂછાયેલા

Corona Update: દેશમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 58 લાખ પાર, 92 હજારથી વધુ લોકોના મૃત્યુ

ગ્લોબલ વેલ્યૂ ચેન સાથે ભારતનું જોડાણ ખુબ જરૂરી
રાઈસે કહ્યું કે ભારતમાં Make For The World ને મેળવવા માટે એ અત્યંત જરૂરી છે કે ભારતને ગ્લોબલ વેલ્યૂ ચેન સાથે જોડાયેલું રાખવામાં મદદ મળે તેવી નીતિઓને પ્રાથમિકતા અપાયે તે ખુબ જરૂરી છે. આ રોકાણ, વેપાર અને ટેક્નોલોજી દ્વારા થઈ શકે છે. 

ભારતે હેલ્થમાં ખર્ચો વધારવો જોઈએ
એક અન્ય સવાલના જવાબમાં રાઈસે કહ્યું કે IMFની નીતિ આયોગ અને નાણામંત્રાલય સાથે થયેલી ચર્ચાથી એક વાત સ્પષ્ટ થાય છે કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ઉચ્ચ પ્રદર્શનને હાંસલ કરવા માટે ભારતે હેલ્થ સેક્ટરમાં પોતાનો ખર્ચ ધીરે ધીરે વધારવો પડશે. જે હાલ GDPનો 3.7 ટકા જ થાય છે. 

ભારત-ચીન સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે જલદી લેવાશે આ પગલું, વિદેશ મંત્રાલયનું નિવેદન

રાઈસનું કહેવું છે કે 'એક સ્થાયી  અને વધુ સમન્વયવાળો મીડિયમ ટર્મ ગ્રોથ મેળવવા માટે હેલ્થ સેક્ટર ઉપરાંત સ્ટ્રક્ચરલ રિફોર્મ ઉપર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે.'

લદાખ સરહદે તણાવના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More