નવી દિલ્હી: અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં છેલ્લા 9 અઠવાડિયાથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દાખલ છે. બુધવારે તેમની તબિયત વધારે બગડી. બુધવારે રાતે એમ્સ તરફથી જારી મેડિકલ બુલેટિનમાં કહેવાયું કે પૂર્વ વડાપ્રધાનની તબિયત છેલ્લા 24 કલાકમાં વધુ બગડી છે. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં છે. તેમને યુરિન ઈન્ફેક્શન અને શ્વાસ લેવામાં તકલીફ વધુ પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બુધવારે તબિયત વધુ બગડવાના સમાચાર જાણ્યા બાદ એમ્સની મુલાકાત લીધી હતી. એમ્સમાં વાજપેયીના સમર્થકોનો જમાવડો લાગ્યો છે. હોસ્પિટલની અંદર અને બહાર સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યાં છે.
આવો જાણીએ અટલજી અંગે કેટલીક અજાણી વાતો....
- અટલ બિહારી વાજપેયી અને તેમના પિતાએ એકસાથે કાયદાનો અભ્યાસ કર્યો.
- અટલ બિહારી વાજપેયી અને તેમના પિતા એક સાથે હોસ્ટેલમાં પણ રહ્યાં.
- આરએસએસમાં સામેલ થતા પહેલા તેમણે કોમ્યુનિસ્ટ તરીકે શરૂઆત કરી હતી.
- વાજપેયી 1942માં ઓગસ્ટ ક્રાંતિ દરમિયાન જુવેનાઈલ હોમમાં રહ્યાં હતાં.
- પેટ્રોલના વધેલા ભાવો પર વિરોધ વ્યક્ત કરવા માટે બેલગાડીથી સંસદ પહોંચ્યા હતાં.
- સયુંક્ત રાષ્ટ્રમાં ભાષણ આપનાર તેઓ પહેલા ભારતીય બન્યા હતાં.
- વિદેશ મંત્રી બનતા જ તેમની ઓફિસમાંથી જવાહરલાલ નહેરુની તસવીર જે હટાવી લેવાઈ હતી તેને પાછી લગાવડાવી.
- સંઘનું મેગેઝીન ચલાવવા માટે કાયદાનો અભ્યાસ છોડ્યો.
- શ્યામા પ્રસાદ મુખરજી સાથે કાશ્મીરમાં ઉપવાસ પર બેઠા હતાં.
- જવાહરલાલ નેહરુએ અટલજી અંગે ભવિષ્યવાણી કરી હતી કે તેઓ વડાપ્રધાન બનશે.
- પોતાના રાજકીય સફરમાં તેઓ ફક્ત એક જ વાર ચૂંટણી હાર્યા હતાં.
- ચાર રાજ્યોથી સાંસદ તરીકે ચૂટાઈ આવનાર એકમાત્ર રાજનેતા.
- વાજપેયીને તેમના નજીકના મિત્રો અને સંબંધીઓ બાપજી કહે છે.
- મનમોહન સિંહે તેમને ભારતીય રાજકારણના ભીષ્મ પિતામહ કહ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે