Home> India
Advertisement
Prev
Next

આ મહિલા 74 વર્ષની વયે બનશે જોડકા બાળકોની માતા, પતિની ઉંમર 80 વર્ષ, કિસ્સો છે જાણવા જેવો

શું 74 વર્ષની ઉંમરમાં કોઈ મહિલા માતા બની શકે ખરા? આ સવાલ જો તમારા મનમાં આવ્યો હોય તો તેનો જવાબ છે હા. કારણ કે આંધ્ર પ્રદેશના ગુંટુર શહેરમાં આજે ડોક્ટર એક 74 વર્ષની મહિલાના જોડકા બાળકોની ડિલિવરી કરાવવાના છે. આ મહિલાનું સિઝેરિયન ઓપરેશન થવાનું છે. 

આ મહિલા 74 વર્ષની વયે બનશે જોડકા બાળકોની માતા, પતિની ઉંમર 80 વર્ષ, કિસ્સો છે જાણવા જેવો

પ્રસાદ ભોસેકર, નવી દિલ્હી: શું 74 વર્ષની ઉંમરમાં કોઈ મહિલા માતા બની શકે ખરા? આ સવાલ જો તમારા મનમાં આવ્યો હોય તો તેનો જવાબ છે હા. કારણ કે આંધ્ર પ્રદેશના ગુંટુર શહેરમાં આજે ડોક્ટર એક 74 વર્ષની મહિલાના જોડકા બાળકોની ડિલિવરી કરાવવાના છે. આ મહિલાનું સિઝેરિયન ઓપરેશન થવાનું છે. 

fallbacks

INX મીડિયા: ED કેસમાં ચિદમ્બરમને સુપ્રીમે આપ્યો ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

74 વર્ષના એર્રામત્તી મંગમ્માના લગ્ન 22 માર્ચ 1962ના રોજ એર્રમાટી રાજા રાવ (હવે 80 વર્ષની ઉંમર) સાથે થયા હતાં. આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના નેલલાર્તીપાડુ ગામમાં રહેતા રાજા રાવ અને મંગમ્માને બાળકોની ઈચ્છા હતી પરંતુ આ મામલે તેઓ સૌભાગ્યશાળી નહતાં. આથી તેઓ બાળકનું સપનું લઈને અનેક ડોક્ટરો, હોસ્પિટલોમાં ગયાં પરંતુ ત્યાં સફળતા ન મળી. 

EXCLUSIVE: પીઓકેમાં  LoC નજીક પાકિસ્તાની સેના, ISIએ બનાવ્યાં નવા આતંકી કેમ્પ

ત્યારબાદ ગત વર્ષ નવેમ્બર 2018માં ગુંટુરના અહલ્યા નર્સિંગ હોમ ગયાં જ્યાં ડો. શનાક્યાલા ઉમાશંકરે આ પડકારને ઝેલ્યો અને તેમની સારવાર કરતા ડો. શનાક્યાલા ઉમાશંકરે ઝી મીડિયાને જણાવ્યું કે 'આ મહિલાનું બીપી, શુગર જેવી બીમારીઓનો કોઈ ઈતિહાસ નથી અને જેનેટિક લાઈન ખુબ સારી છે. કાર્ડિયોલોજિસ્ટ, પલ્મોર્લોજિસ્ટ, સહિત અન્ય સ્પેશિયાલિસ્ટ્સ સાથે ઊંડી તપાસ બાદ અમે આગળ વધવાનો નિર્ણય લીધો. તેમને મેનોપોઝ (રજોનિવૃત્તિ)ની અવસ્થા બહુ પહેલા આવી ગયો હતો. પરંતુ આઈવીએફ (ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન)ના માધ્યમથી અમે તેમના પીરિયડ્સ ફક્ત એક મહિનામાં પાછા લાવ્યાં.' 

જુઓ LIVE TV

આ ઉંમરમાં માતા પિતા કેમ બનાવા ઈચ્છતા હતાં તે સવાલના જવાબમાં રાજા રાવે ઝી મીડિયાને કહ્યું કે "બાળક ન હોવાના કારણે અમે અમારા ગામમાં મોટા સામાજિક કલંકનો સામનો કર્યો. અમે અમારા લગ્ન બાદથી ટોણા સહન કરી શકતા નહતાં. આથી અમે પૂરેપૂરી કોશિશ કરી પરંતુ હવે અમને આશા છે કે ભગવાન અમને આશીર્વાદ આપશે." કદાચ આ ભારતમાં પહેલીવાર છે કે 74 વર્ષની ઉંમરે એક મહિલા માતા બનવા જઈ રહી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More