Home> India
Advertisement
Prev
Next

UP: પીડિત દલિતોને દર મહિને 5 હજાર રૂપિયાની પેંશન ચુકવશે યોગી સરકાર

પેંશન યોજનાના પ્રસ્તાવ અનુસાર અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી સંબંધ રાખનારા મૃતક વ્યક્તિ વિધવા અથવા અન્ય આશ્રિતોને દર મહિને 5 હજાર રૂપિયાનાં મુલ્યનાં પેંશન સાથે મોંઘવારી ભથ્થું અને મૃતકનાં પરિવારના સભ્યોને રોજિંદી રીતે કૃષી જમીન અને ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે

UP: પીડિત દલિતોને દર મહિને 5 હજાર રૂપિયાની પેંશન ચુકવશે યોગી સરકાર

લખનઉ : હત્યા અને દુષ્કર્મ જેવા અત્યાચારોતી પીડિત દલિતોને હવે યૂપી સરકાર પ્રતિમાસ મોંઘવારી ભથ્થાની સાથે પાંચ હજાર રૂપિયા પેંશન મળશે. 2016માં બનેલી નિયમાવલી અંગે ઉત્તરપ્રદેશ એસસી-એસટી કમીશનનાં ચેરમેન બૃજલાલે હવે લાગુ કરવા માટેના નિર્દેશો આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં કેન્દ્રની મોદી સરાકારે તેને લાગુ કર્યું હતું, જો કે ઉત્તરપ્રદેશમાં તે 2016 અખિલેશ સરકારનાં શાસનાદેશ કર્યો, પરંતુ ઉત્તરપ્રદેશ અનુસૂચિત જાતી અને જનજાતી પંચના અધ્યક્ષ બૃજલાલની પહેલ બાદ આ લાગુ થઇ શક્યું છે. આ આદેશ બાદ ઘટનાનાં પહેલા દિવસથી પીડિતોને પેંશન લાગુ થશે. 

fallbacks

ઉત્તરપ્રદેશ એસટી-એસટી કમીશનનાં ચેરમેન બૃજલાલે 14 જુન 2016 બાદ એસસી-એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 હેઠળ નોંધાયેલા કિસ્સાઓનો પ્રસ્તાવ જિલ્લાધિકારી અને સમાજ કલ્યાણ અધિકારીને મોકલવાનો નિર્દેશ તમામ જિલ્લાનાં એસપી- એએસપીને આપ્યા છે. તેમણે નિર્દેશ આપ્યો કે આ તમામ કિસ્સાઓ અંગે 31 જાન્યુઆરી સુધી પોતાનો અહેવાલ રજુ કરીને પંચને પણ ઉપલબ્ધ કરાવવા માટે જણાવ્યું છે. 

fallbacks

પંચે જિલ્લાધિકારીઓ પાસે અપેક્ષા કરી છે કે પ્રસ્તાવો પર પેંશન અને અન્ય સુવિધા સ્વીકૃત કરીને 17 ફેબ્રુઆરી સુધીમાં પોતાનો અહેવાલ તપાસ પંચને સોંપે. પંચે ડીજીપી, જીડી વિશેષ તપાસ દળ, તમામ જોનડ એડીજી, રેંજ આઇજી અને ડીઆઇજીને તેનું પાલન કરાવવા માટેની જવાબદારી સોંપી છે. 

પેંશન યોજના પ્રસ્તાવ અનુસાર અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતીના સંબંધ ધરાવનારા મૃત વ્યક્તિ, વિધવા તથા અન્ય આશ્રિતોને દર મહિને 5 હજાર રૂપિયાનાં મુલ્ય પેંશન સાથે મોંઘવારી ભથ્થું અને મૃતકનાં પરિવારનાં સભ્યોને રોજગાર અને કૃષી જમીન, ઘર ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે સુધી કે પીડિત પરિવારોએ બાળકોનાં સ્નાતક સ્તર સુધીનું શિક્ષણ કરવાનો સંપુર્ણ ખર્ચ અને તેમનું ભરણ પોષણપણ કરવામાં આવશે. આશ્રિત બાળકોને રાજ્ય સરકાર દ્વારા પુર્ણત આર્થિક પોષીત આશ્રમ, શાળાઓ તથા રહેણાંકી શાળાોમાં દાખલ કરાવવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More