Home> India
Advertisement
Prev
Next

કેજરીવાલની ધરપકડ બાદ આંદોલનના માર્ગે AAP, ઈન્ડિયા ગઠબંધન સાથે 31 માર્ચે મહારેલી

AAP નેતા અને દિલ્હીના મંત્રી ગોપાલ રાયે કહ્યુ- INDIA ગઠબંધન 31 માર્ચે રામલીલા મેદાનમાં 10 કલાકે રેલી કરશે, જેમાં અમે દિલ્હીની સાથે દેશના લોકો, કાર્યકર્તાઓ, વેપારી સંગઠન અને એનજીઓને આ રેલીમાં સામેલ થવાનું આહ્વાન કરીએ છીએ.

કેજરીવાલની ધરપકડ બાદ આંદોલનના માર્ગે AAP, ઈન્ડિયા ગઠબંધન સાથે 31 માર્ચે મહારેલી

નવી દિલ્લીઃ પહેલા ભલે ગમે તે થયું.. ભલે એકબીજાને ભાંડ્યા હોય, ભ્રષ્ટાચારી ગણાવ્યા હોય... પરંતુ હવે સમય બદલાયો છે.. ગઠબંધન થયું ત્યારબાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થઈ ગયા છે.. જેથી દિલ્લીમાં એક સમયે કેજરીવાલને જેલમાં નાખવાની વાત કરતી કોંગ્રેસ આમઆદમી પાર્ટીને જ સમર્થન આપી રહી છે.  વળી સમગ્ર ઈન્ડિયા ગઠબંધન પણ હવે કેજરીવાલ માટે મોદી સરકાર સામે અવાજ ઉઠાવશે.. જેની તૈયારીઓ થઈ ગઈ છે.. દિલ્લીમાં 31 માર્ચે વિપક્ષી પાર્ટીઓ એકસાથે મળીને વિરોધ દર્શાવશે... વિપક્ષની આ મહારેલી દિલ્લીના રામલીલા મેદાનમાં યોજાશે...  જ્યાં તમામ પક્ષો કેજરીવાલના સમર્થનમાં એકસૂર બોલશે... 

fallbacks

દિલ્લીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદ કરીને ભાજપ સામે સવાલો ઉઠાવ્યા.. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ વિપક્ષને ખતમ કરવા માગે છે.. સાથે જ લોકતંત્રને બચાવવા માટે આ મહારેલી યોજવાનો દાવો કર્યો... તેમણે ભાજપને લોકતંત્ર માટે ખતરારૂપ ગણાવ્યું... 

આ પણ વાંચોઃ પિતા-પુત્રની જોડી જેમને કોંગ્રેસ પાર્ટીમાંથી સાંસદ બનવાની તક મળી

કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધન કેજરીવાલની પડખે આવતા ભાજપે સવાલ ઉઠાવ્યા છે.. ભાજપે પૂછ્યું કે, અનેકવાર દારૂકાંડ પર કેજરીવાલને ભ્રષ્ટાચારી ગણાવનાર કોંગ્રેસ હવે તેમને નિર્દોષ માને છે? તેમણે ગઠબંધનને ઠગબંધન ગણાવવાની સાથે જ આક્ષેપ કર્યો કે, ફક્ત રાજનીતિ કરવા માટે તમામ પક્ષો આરોપીઓનો સાથ આપે છે. 

એકવાર લોકસભા ચૂંટણી પૂર્ણ થવાના થોડા મહિનાઓ બાદ ફરી દિલ્લીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.. શું ત્યારે કોંગ્રેસ ફરી કેજરીવાલનો સાથ આપશે કે ભાજપ અને આમઆદમી પાર્ટી વિરુદ્ધ ચૂંટણી જંગ લડશે. આ એવા સવાલો છે જેનો જવાબ માત્ર સમય પાસે છે.. કારણ કે રાજકારણમાં ક્યારેય કંઈ પણ થઈ શકે છે.. 

  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More