Home> India
Advertisement
Prev
Next

વાતચીતથી સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે  India-China સહમત, આ રીતે દૂર કરાશે ગેરસમજ

ભારત અને ચીન (India-China)  પૂર્વ લદાખમાં ચાલી રહેલા સરહદ વિવાદનો પરસ્પર વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે સહમત થયા છે. આ સાથે જ મુદ્દાનો સર્વસામાન્ય ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશ ફ્રન્ટ લાઈન એરિયામાં વધુમાં વધુ સંયમ જાળવી રાખશે. 

વાતચીતથી સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે  India-China સહમત, આ રીતે દૂર કરાશે ગેરસમજ

લદાખ: ભારત અને ચીન (India-China)  પૂર્વ લદાખમાં ચાલી રહેલા સરહદ વિવાદનો પરસ્પર વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે સહમત થયા છે. આ સાથે જ મુદ્દાનો સર્વસામાન્ય ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશ ફ્રન્ટ લાઈન એરિયામાં વધુમાં વધુ સંયમ જાળવી રાખશે. 

fallbacks

આ રાજ્યની એક શાળામાં ફૂટ્યો 'કોરોનો બોમ્બ', અધધધ...સંખ્યામાં વિદ્યાર્થીઓ નીકળ્યા કોરોના પોઝિટિવ

ચુશુલમાં 6 નવેમ્બરે થઈ હતી 8માં તબક્કાની સૈન્ય વાતચીત
અત્રે જણાવવાનું કે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે 6 નવેમ્બરના રોજ 8મી કોર કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. ભારતના ચુશુલ વિસ્તારમાં થયેલી વાતચીતમાં ચીને પેન્ગોંગ ઝીલના દક્ષિણ ભાગની ટોચ પર પહોંચેલા ભારતીય સૈનિકોને હટાવવાની માગણી કરી. જ્યારે ભારતે ચીન સામે સમગ્ર વિસ્તારમાંથી ડિ એસ્કેલેશન કરવાની માગણી કરી. 

ફ્રન્ટલાઈન વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા પર સહમતિ
સરકારે રવિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે બંને દેશોની વાતચીતમાં વિવાદને આપસી સહમતિથી ઉકેલવા પર સ્વિકૃતિ બની છે. બંને દેશોએ નક્કી કર્યું છે કે તેઓ પોતાના ટોચના નેતાઓ દ્વારા નક્કી કરાયેલી માર્ગદર્શિકાને લાગુ કરશે. આ સાથે જ LAC પર તૈનાત સૈનિકો વચ્ચે કોઈ પણ પ્રકારની સંભવિત ગેરસમજને દૂર કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. 

PM નરેન્દ્ર મોદીએ જો બાઈડેન અને કમલા હેરિસને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું?

વાતચીતના દરવાજા ખુલ્લા રાખશે બંને દેશ
નિવેદન મુજબ બંને દેશોએ એ પણ નક્કી કર્યું છે કે તેઓ વિવાદને ઉકેલવા માટે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર આપસી વાતચીતના દરવાજા ખુલ્લા રાખશે. આ સાથે જ બીજા મુદ્દાઓના ઉકેલ માટે પણ પરસ્પર વાતચીત કરતા રહેશે. બંને દેશોમાં કોર કમાન્ડર સ્તરની વાતચીતનો આગામી દોર જલદી શરૂ કરવા પર સહમતિ જતાવવામાં આવી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More