Home> India
Advertisement
Prev
Next

Aatma Nirbhar Bharat! આ દેશ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ મિસાઈલ

ભારતને અન્ય મિત્ર દેશો પાસેથી પણ મિસાઈલ પ્રણાલીના ઓર્ડર જલદી મળશે તેવી આશા છે કારણ કે કેટલાક અન્ય દેશો સાથે પણ આ અંગે સોદાબાજી તેના અંતિમ તબક્કામાં છે.

Aatma Nirbhar Bharat! આ દેશ ભારત પાસેથી ખરીદશે બ્રહ્મોસ મિસાઈલ

નવી દિલ્હી: રક્ષા નિકાસને પ્રોત્સાહન આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારની પહેલમાં દેશને જલદી એક મોટી સફળતા મળી શકે છે. ભારત સરકાર અને ફિલિપાઈન્સ વચ્ચે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની નિકાસ ડીલ પર અંતિમ મહોર લાગવાની શક્યતા છે. 

fallbacks

સમાચાર એજન્સી એએનઆઈના એક રિપોર્ટ મુજબ સરકારી સૂત્રોએ જણાવ્યું કે બ્રહ્મોસ મિસાઈલોના વેચાણને લઈને ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેની ડીલ અંતિમ તબક્કામાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ફિલિપાઈન્સ જલદી આ મિસાઈલોની ખરીદી માટે ઓર્ડર આપી શકે છે. 

PM મોદીના કાફલામાં સામેલ થયેલી નવી મર્સિડિઝનો મામલો, સામે આવ્યું આ સત્ય

fallbacks

આ દેશો પાસેથી પણ જલદી મળી શકે છે ઓર્ડર
સૂત્રોનું કહેવું છે કે ડીઆરડીઓ અને બ્રહ્મોસ એરોસ્પેસ આ મિસાઈલની મિત્ર દેશોને નિકાસ કરવા માટે પૂરેપૂરું જોર લગાવી રહ્યા છે. ડીઆરડીઓએ હાલમાં જ અમેરિકા સાથે મેડ ઈન ઈન્ડિયા રડારની ડીલ પણ કરી હતી. 

fallbacks

 સાવધાન...રોકેટ ગતિથી વધી રહ્યા છે ઓમિક્રોનના કેસ, ગુજરાત સહિત આ રાજ્યોએ ચિંતા વધારી

ભારતને અન્ય મિત્ર દેશો પાસેથી પણ મિસાઈલ પ્રણાલીના ઓર્ડર જલદી મળશે તેવી આશા છે કારણ કે કેટલાક અન્ય દેશો સાથે પણ આ અંગે સોદાબાજી તેના અંતિમ તબક્કામાં છે. આ મિસાઈલની ક્ષમતાઓમાં વૃદ્ધિ થઈ છે અને અનેક આધુનિક વિશેષતાઓથી લેસ કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More