Home> India
Advertisement
Prev
Next

શું કોઈ અન્ય અધિકારીને મળશે દેશના CDS નો કાર્યભાર કે પછી થશે નવી નિમણૂંક! જાણો નિયમ અને જોગવાઈ

તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું જેમાં સીડીએસ બિપિન રાવતનું નિધન થઈ ગયુ છે. હવે દેશના સીડીએસનો કાર્યભાર તેમની સમક્ષ કોઈ પૂર્વ અધિકારી સંભાળશે કે પછી આ પદ પર નવી નિમણૂંક થશે?
 

શું કોઈ અન્ય અધિકારીને મળશે દેશના CDS નો કાર્યભાર કે પછી થશે નવી નિમણૂંક! જાણો નિયમ અને જોગવાઈ

નવી દિલ્હીઃ દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના નિધન બાદ સૌથી મહત્વનો સવાલ છે કે હવે દેશના સીડીએસનું પદ કોણ સંભાળશે? શું ફરીથી આ પદના અદિકાર રાષ્ટ્રપતિના સૈન્ય અધિકારોમાં સામેલ થઈ જશે? આવા ઘણા સવાલ છે, જેના જવાબ લોકો જાણવા ઈચ્છે છે. 

fallbacks

તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું જેમાં સીડીએસ બિપિન રાવતનું નિધન થઈ ગયુ છે. હવે દેશના સીડીએસનો કાર્યભાર તેમની સમક્ષ કોઈ પૂર્વ અધિકારી સંભાળશે કે પછી આ પદ પર નવી નિમણૂંક થશે?

સૈન્ય જાણકારો પ્રમાણે આ મહત્વપૂર્ણ પદનો કાર્યભાર કોઈને આપી ન શકાય. આ પદ પર નિમણૂંક કરવામાં આવશે. રક્ષા મામલા સાથે જોડાયેલી એક ઉચ્ચ સ્તરીય સમિતિ તે નક્કી કરશે કે આગામી સીડીએસ કોણ હશે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ
તમને જણાવી દઈએ કે ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ બનાવવાની ભલામણ 2001માં મંત્રીઓના એક સમૂહે કરી હતી. તે જીઓએમ કારગિલ સમીક્ષા સમિતિ (1999) ના રિપોર્ટનો અભ્યાસ કરી રહ્યું હતું. GoM ની આ ભલામણ બાદ સરકારે વર્ષ 2002માં આ પદ બનાવવા માટે ઇન્ટીગ્રેટિડ ડિફેન્સ સ્ટાફ બનાવ્યો. જે સીડીએસ સચિવાલય તરીકે કાર્ય કરતો હતો. 

આ પણ વાંચોઃ CDS રાવત અને તેમના પત્નીના શુક્રવારે થશે અંતિમ સંસ્કાર, ગુરૂવારે દિલ્હી પહોંચશે પાર્થિવ શરીર

પછી 10 વર્ષ બાદ 2012માં સીડીએસને લઈને નરેશ ચંદ્ર સમિતિએ સ્ટાફ કમિટીના સ્થાયી અધ્યક્ષની નિમણૂંક કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદ માટે ડ્રાફ્ટ તૈયાર કરવાની કવાયત ચાલી રહી હતી. જેને વર્ષ 2014 બાદ એનડીએ સરકારે ઝડપી બનાવી હતી. 

બિપિન રાવત દેશના પ્રથમ સીડીએસ
કેન્દ્રની એનડીએ સરકારે વર્ષ 2019માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસનું પદ બનાવી લીધુ. ભારતીય સેનાના પ્રમુખ બિપિન રાવત 30 ડિસેમ્બર 2019ના પ્રથમ સીડીએસ બનાવવામાં આવ્યા. ત્યારથી તેઓ આ પદ પર કાર્યરત હતા. 

સીડીએસના પદની જોગવાઈ
સીડીએસ પદ પર તૈનાત અધિકારીનું વેતન અને સુવિધાઓ અન્ય સેના પ્રમુખોના બરાબર રાખવામાં આવી છે. કોઈપણ સેના પ્રમુખને સીડીએસ બનાવવા પર ઉંમર મર્યાદાનો નિયમ વિઘ્ન ન બને, તે માટે સીડીએસ પદ પર રહેનાર અધિકારી વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સુધી કામ કરી શકશે. એટલે કે હવે સેના પ્રમુખ 62 વર્ષની ઉંમર કે 3 વર્ષના કાર્યકાળ સુધી પોતાના પદ પર રહી શકે છે. તે માટે કેન્દ્ર સરકારે સેનાના નિયમ 1954 સૌનેના (અનુસાશન અને વિવિધ જોગવાઈ) વિનિયમ 1964, સેવાની શરતો અને વિવિધ વિનિમય 1963 અને વાયુ સેના વિનિયમ 1964માં સંશોધન કર્યુ છે. 

આ પણ વાંચોઃ અમેરિકા, રશિયા અને ઈઝરાયલે કહ્યું, બિપિન રાવતના નિધનથી અમે એક સાચો મિત્ર ગુમાવ્યો છે

સીડીએસની જવાબદારીઓ
સેનાના ત્રણેય અંગોના મામલામાં રક્ષા મંત્રાના મુખ્ય સૈન્ય સલાહકારના રૂપમાં સીડીએસ કામ કરે છે. તે રક્ષામંત્રીની અધ્યક્ષતાવાળી રક્ષા અધિગ્રહણ પરિષદ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની અધ્યક્ષતાવાળી રક્ષા નિયોજન સમિતિના સભ્ય હોય છે. સાથે સીડીએસ પરમાણુ કમાન ઓથોરિટીના સૈન્ય સલાહકાર પણ હોય છે. એકીકૃત ક્ષમતા વિકાસ યોજના હેઠળ સીડીએસ રક્ષા સાથે જોડાયેલ નાણાગત અધિગ્રહણ પંચવર્ષીય જોના અને બે વર્ષીય સતત્ વાર્ષિક અધિગ્રહણ યોજનાને લાગૂ પણ કરે છે. 

ખર્ચ ઓછો કરી સશસ્ત્ર દળોની યુદ્ધ ક્ષમતા વધારવા અને ત્રણેય સેનાઓના કામકાજમાં સુધાર લાવવાનું કામ પણ સીડીએસની જવાબદારી છે. સીડીએસ રક્ષા મંત્રાલય હેઠળ બનાવવામાં આવેલા સૈન્ય મામલોના વિભાગના સચિવના રૂપમાં કાર્ય કરે છે. ડીએમએ ભારતની સશસ્ત્ર સેના એટલે કે થલ લેના, નૌસેના અને વાયુસેના સાથે જોડાયેલા મામલા પર એક સાથે કામ કરે છે. 

સેવાનિવૃત્તિ બાદના નિયમ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસના પદેથી નિવૃત થનાર વ્યક્તિ કોઈપણ સરકારી પદ ગ્રહણ ન કરી શકે. સાથે તે સેવાનિવૃતિના પાંચ વર્ષ સુધી મંજૂરી વગર કોઈ ખાનગી રોજગાર ન કરી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More