નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણની ઝપેટમાં વધુ એક ચીની કંપની હુવાવે પણ આવી શકે છે. હુવાવે ભારતમાં 5જી સેવાઓની એક મુખ્ય દાવેદાર છે. ભારતમાં 5જીની હરાજી હાલ એક વર્ષ માટે ટાળી દેવામાં આવી છે પરંતુ પાછલા વર્ષે હુવાવેને 5G ટ્રાયલમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી.
અમેરિકા વિશ્વભરના દેશો પર દબાવ બનાવી રહ્યું છે કે હુવાવેને બહાર રાખવામાં આવે. અમેરિકામાં હુવાવેના ઉત્પાદનો પર મે 2021 સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે મોદી સરકારના વરિષ્ઠ મંત્રીઓની બેઠકમાં 5જી પર ચર્ચા થઈ છે. ગૃહમંત્રી અમિત શાહ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, વિદેશ મંત્રી એસ જયશંકર અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ બેઠકમાં સામેલ થયા હતા.
બેઠકના પરિણામની માહિતી મળી શકી નથી. ભારતમાં હુવાવેનો વિરોધ થઈ રહ્યો છે કારણ કે તેના સંસ્થાપક કે પીએલએ સાથેના સંબંધને જણાવવામાં આવે છે. સરહદ વિવાદ બાદ દેશમાં બદલાના માહોલમાં હુવાવે માટે મુશ્કેલ માર્ગ હશે. ભારતમાં સુરક્ષાના કારણોથી હુવાવેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકતા ચીન ચિંતાતૂર થઈ ગયું, આપ્યું આ નિવેદન
સિંગાપુરમાં 5જીની રેસમાંથી હુવાવે બહાર થઈ ચુકી છે. ત્યાં નોકિયા અને એરિક્સનને તક મળી છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખી હુવાવેને ટ્રાયલમાંથી બહાર રાખવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ભારત સરકાર પર હુવાવે પર કાર્યવાહી કરી શકે છે.
કાલે બેન કરવામાં આવી હતી 59 ચીની એપ્સ
ઉલ્લેખનીય છે કે દેશની સુરક્ષાના ખતરા વાળી ચીની એપ પર સરકારે પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. ટિકટોક સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ચીનની 59 એપ પર તો પ્રતિબંધ લાગી ગયો છે. તો અન્ય એપ્લિકેશન પર પણ તલવાર લટકી રહી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે