Home> India
Advertisement
Prev
Next

India Covid Update: ફરીથી ડરાવી રહ્યો છે કોરોના, 109 દિવસ બાદ એક દિવસમાં નોંધાયા આટલા બધા કેસ

India Covid Update: કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. દેશમાં એકવાર ફરીથી કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી 8 હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા હતા પણ આજે જે આંકડો સામે આવ્યો છે તે એકદમ ચોંકાવનારો છે. 

India Covid Update: ફરીથી ડરાવી રહ્યો છે કોરોના, 109 દિવસ બાદ એક દિવસમાં નોંધાયા આટલા બધા કેસ

India Covid Update: કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. દેશમાં એકવાર ફરીથી કોરોનાના નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી 8 હજારની આસપાસ કેસ નોંધાઈ રહ્યા હતા પણ આજે જે આંકડો સામે આવ્યો છે તે એકદમ ચોંકાવનારો છે. 

fallbacks

આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,213 કેસ નોંધાયા છે. ગઈ કાલની સરખામણીમાં કોરોનાના નવા કેસમાં 38.4 ટકાનો વધારો થયો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 58,215 પર પહોંચી ગઈ છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 2.35 ટકા છે. 

છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 11 લોકોના મોત થયા છે. આ દરમિયાન 7,624 લોકો રિકવર પણ થયા. આ અગાઉ બુધવારે એટલે કે એક દિવસ પહેલા કોરોનાના નવા 8,822 નવા કેસ નોંધાયા હતા. એક દિવસમાં કોરોનાના કેસમાં સાડા ત્રણ હજારથી વધુ નવા કેસનો ઉછાળો જોવા મળ્યો છે. 

દેશમાં સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના નવા 4,024 દર્દીઓ નોંધાયા છે. જે આગલા દિવસની સરખામણીમાં 36 ટકા વધુ છે. જ્યારે બે સંક્રમિતોના મોત થયા છે. રાજ્ય આરોગ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના બી.એ.5 સ્વરૂપથી સંક્રમણના ચાર નવા કેસ પણ નોંધાયા છે. 

ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. ગઈ કાલે બહાર પડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 184 નવા કેસ નોંધાયા જેમાંથી 91 કેસ તો એકલા અમદાવાદમાંથી નોંધાયા. જ્યારે 18 કેસ વડોદરામાં, 16 સુરતમાં જ્યારે 10 રાજકોટમાં નોંધાયા. કોરોનાથી એક દર્દીનું મોત પણ થયું છે. 

દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા છે. કોરોના સંક્રમણના નવા 1375 કેસ નોંધાયા છે. સંક્રમણ દર 7.01 ટકા નોંધાયો છે. આરોગ્ય વિભાગે વધુમાં કહ્યું કે વિભાગે પોતાના નવા બુલેટિનમાં જણાવ્યું છે કે બુધવારે નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 19,15,905 થઈ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More