Home> India
Advertisement
Prev
Next

Corona: દેશમાં હારી રહ્યો છે કોરોના!, રિકવરી રેટ જોઈને ચોંકી જશો 

ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના કેસ 55 હજાર કરતા ઓછા નોંધાયા છે. જ્યારે ત્રણ મહિનામાં મૃતકોની સંખ્યા ઘટીને એક દિવસમાં 578 થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 50,129 નવા દર્દીઓ નોંધાયા છે. 

Corona: દેશમાં હારી રહ્યો છે કોરોના!, રિકવરી રેટ જોઈને ચોંકી જશો 

નવી દિલ્હી: ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાયરસના કેસ 55 હજાર કરતા ઓછા નોંધાયા છે. જ્યારે ત્રણ મહિનામાં મૃતકોની સંખ્યા ઘટીને એક દિવસમાં 578 થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 50,129 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 78,64,811 પર પહોંચી છે. જેમાંથી 6,68,154 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે  70,78,123 લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં 578 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો  1,18,534 પર પહોંચ્યો છે. જો કે કોરોના પર એક સારા સમાચાર એ મળ્યા છે કે રિકવરી રેટ ખુબ વધી ગયો છે. 

fallbacks

દેશી કોરોના રસી Covaxin પર મળ્યા મોટા ખુશખબર, આવતા મહિને છેલ્લી ટ્રાયલ, જાણો ક્યારથી મળશે

સંક્રમણની સારવાર કરાવનારા દર્દીઓની સંખ્યા સતત ત્રીજા દિવસે સાત લાખથી નીચે રહી. દેશમાં કોરોનાથી રિકવરી રેટ વધીને 90 ટકા થઈ ગયો છે. આંકડા મુજબ ભારતમા 6,68,154 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જેમાં કુલ કેસના 8.50 ટકા છે. દેશમાં 70 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. 

ના..ના... કરતા આખરે સરકારે કોરોના પર આ વાત સ્વીકારી

દેશમાં હાલ રિકવરી રેટ 90 ટકા છે જ્યારે મૃત્યુ દર 1.51 ટકા છે. ભારતમાં સાત ઓગસ્ટના રોજ સંક્રમિતોની સંખ્યા 20 લાખ ઉપર ગઈ હતી. 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને પાંચ સપ્ટેમ્બરના રોજ 40 લાખ પાર ગઈ હતી. કુલ કેસ 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ ઉપર ગયા હતા. 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ અને 11 ઓક્ટોબરના રોજ 70 લાખ પાર ગયા હતા. 

આઈસીએમઆરના જણાવ્યાં મુજબ 24 ઓક્ટોબર સુધીમાં 10,25,23,469 નમૂનાની તપાસ કરવામાં આવી. જેમાંથી 11,40,905 ટેસ્ટિંગ ગઈ કાલે શનિવારે હાથ ધરાયું. દેશામાં છેલ્લા 24 કલાકમાં 578 લોકોના મૃત્યુ થયા. જેમાંથી મહારાષ્ટ્રમાં 137, પશ્ચિમ બંગાળમાં 59, છત્તીસગઢમાં 55, કર્ણાટકમાં 52, દિલ્હીમાં 36, અને તામિલનાડુમાં 35 દર્દીઓએ જીવ ગુમાવ્યા, દેશમાં અત્યાર સુધીમાં જે કુલ મૃત્યુ થયા છે તેમાંથી મહારાષ્ટ્રમાં 43,152, તામિલનાડુમાં 10,893, કર્ણાટકમાં 10,873, ઉત્તર પ્રદેશમાં 6,854, આંધ્ર પ્રદેશમાં 6,566, પશ્ચિમ બંગાળમાં 6,427, દિલ્હીમાં 6,225, પંજાબમાં  4,107 અને ગુજરાતમાં 3,679 સંક્રમિતો સામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 70 ટકાથી વધુ મૃત્યુ દર્દીઓમાં અન્ય બીમારીઓના કારણે થયા. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More