નવી દિલ્હી : અમેરિકાએ સોમવારે કહ્યું કે, તે ભારતને ઇરાન પાસેથી સસ્તામાં મળતા તેલની આયાતને રોકવાથી થનારા નુકસાનની ભરપાઇ માટે ભારતને ક્રુડ ઓઇલ સસ્તામાં આપવાનો ભરોસો વ્યક્ત નથી કરી શકતા. અમેરિકાનાં વાણીજ્ય મંત્રી વિલબર રોસે અહીં પત્રકારોને જણાવ્યું કે, અહીં ક્રુડ ઓઇલનો વ્યાપાર ખાનગી ઉદ્યોગપતિઓનાં હાથમાં છે માટે સરકાર તેમને સસ્તા દર પર ક્રુડ વેચવા માટે ફરજ પાડી શકે નહી. અમેરિકા દ્વારા ઇરાન પર લગાવાયેલા પ્રતિબંધથી મળી રહેલ છુટને સમાપ્ત થયા બાદ ભારતે આ મહિનાથી ઇરાન પાસેથી તેલ મંગાવવાનું બંધ કરી દીધું છે.
VIDEO: PM મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો, દમ હોય તો બોફોર્સના આરોપી પીએમના નામ પર લડો ચૂંટણી
ઇરાનથી ક્રુડ ઓઇલ મંગાવવું ભારતીય કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. ઇરાન ખરીદદારોને ચુકવણી માટે 60 દિવસનો સમય આપે છે. આ સુવિધા અન્ય વિકલ્પો સઉદી અરબ, કુવૈત, ઇરાક, નાઇજીરિયા અને અમેરિકા સાથે ઉપલબ્ધ નથી.
CBSE 10th Result:છવાઇ સ્મૃતિ ઇરાનીની પુત્રી, 10માં ધોરણમાં આવ્યા આટલા માર્ક
રાહુલ ચોર કહે તો યોગ્ય પરંતુ PM મોદી ચોર કહે તો આચાર સંહિતાનું ઉલ્લંઘન: જેટલી
રોસે નાણામંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કર્યા બાદ પત્રકારોને જણાવ્યું કે, ઇરાન એક સમસ્યા છે. જો તમે આતંકવાદીઓની હાલની ઘટનાઓને જોઇ હસે અને અમે દરેક એવું પગલું ઉઠાવવું જોઇે જે આપણે આતંકવાદની વિરુદ્ધ ઉઠાવી શકીએ છીએ. ભારતમાં અમેરિકાનાં રાજદુત કેનેથ જસ્ટરે કહ્યું કે, અમેરિકા કાચા તેલનાં પુરતુ પ્રમાણ સુનિશ્ચિત કરવા માટે સાઉદી અરબ સહિત અન્ય દેશોની સાથે કામ કરી રહ્યું છે.
મમતા બેનર્જીનો વળતો પ્રહાર: મોદીને વડાપ્રધાન નથી માનતી, સ્ટેજ શેર ક્યારે પણ નહી કરૂ
ઉલ્લેખનીય છે કે, ભારત ચીન બાદ ઇરાન બાદ ક્રુડ ઓઇલનો બીજો સૌથી મોટો ખરીદદાર છે. ગત્ત નાણાકીય વર્ષમાં ભારતે ઇરાનથી 240 લાખ ટન ક્રુડ ઓઇલ આયાત કર્યું હતું. આ ભારતની કુલ જરૂરિયાત 10 ટકા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા ઇરાન પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે