Home> India
Advertisement
Prev
Next

જીમમાં જતી અમીર મહિલાઓ ટાર્ગેટ, ટ્રેનર પ્રોટિન શેકમાં પીવડાવતો નશીલી દવાઓ

Crime News: થોડા દિવસોમાં મહિલાઓ નશાની આદી બની જતી હતી અને ટ્રેનરના કાબૂમાં આવી જતી હતી. આ મહિલાઓ એના ઈશારા પર કામ કરતી હતી. 

જીમમાં જતી અમીર મહિલાઓ ટાર્ગેટ, ટ્રેનર પ્રોટિન શેકમાં પીવડાવતો નશીલી દવાઓ

Crime News: કાનપુર એકતા હત્યાકાંડમાં મોટા ખુલાસા થયા છે. જિમ ટ્રેનર પ્રોટીન શેકમાં નશાની ગોળીઓ નાખી મહિલાઓને બ્લેકમેઈલ કરતો હતો. જેના સંપર્કમાં એક બે નહીં પણ 10 મહિલાઓ હતી. જેમની સાથે એના નજીકના સંબંધો હતા.

fallbacks

પોલીસ તપાસમાં એ ખુલાસા થયા છે કે ઘણી મહિલાઓ સાથે આ ટ્રેનર અશ્લિલ ચેટીંગ કરતો હતો. એકતાને મોતને ઘાટ ઉતારતાં પહેલાં ટ્રેનર વિમલે એનર્જી ડ્રીક્સમાં નશાની ગોળીઓ મિલાવી દીધી હતી. એ મહિલાઓને કાબૂમાં કરવા માટે જીમમાંથી અપાતી સપ્લીમેન્ટ એટલે એનર્જી ડ્રીંકમાં નશાની ગોળીઓ ભેળવી દેતો હતો. થોડા દિવસોમાં મહિલાઓ નશાની આદી બની જતી હતી અને ટ્રેનરના કાબૂમાં આવી જતી હતી. આ મહિલાઓ એના ઈશારા પર કામ કરતી હતી. 

200થી વધારે પેજની પોલીસને મળેલી ચેટમાં મોટા ખુલાસા છે. જિમના ફૂટેજમાં પણ વિમલ સાથેના સંબંધો સ્પષ્ટ ઉજાગર થાય છે. કેટલીક મહિલાઓ વિમલ માટે ઘરેથી નાસ્તો પણ લઈને આવતી હતી. એકતા અને વિમવ બંને અલગ અલગ કારમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બંનેના સંબંધો પર પણ જિમમાં કાનાફૂસી ચાલતી હતી. ટ્રેનર વિમલ કરોડપતિ મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો. એમની ચેટથી કેટલીક મહિલાઓના ઘર ન ઉજડે એ માટે પોલીસે ચેટ લીક કરી નથી. વિમલે પ્રોફાઈલમાં પ્રભાવ પાડવા માટે વિમલકુમારની જગ્યાએ નામમાં ચેન્જ કરીને વિમલ સોની કરી દીધું હતું. એ બાદ તેની મહિલાઓ સાથે સંબંધો પણ વધ્યા હતા.  

આ જિમ ટ્રેનરના કાંડને કારણે એક મહિલાની હત્યા થઈ ગઈ છે. હવે એને પસ્તાવો છે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે. એક મોટા ઓફિસરને કારણે કોરોનામાં નોકરી છૂટી ગયા બાદ જીમમાં નોકરી મળી હતી. હવે એ જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More