Home> India
Advertisement
Prev
Next

2024 સુધી 35,000 કરોડ રૂપિયા પહોંચી શકે છે સંરક્ષણ નિકાસઃ રાજનાથ સિંહ


રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આ પ્રસંગે કહ્યું કે, દેશની વાર્ષિક સંરક્ષણ નિકાસ 2024 સુધી 35000 કરોડ રૂપિયા પર પહોંચવાનું અનુમાન છે. જે હાલમાં 17,000 કરોડ રૂપિયા છે. 

2024 સુધી 35,000 કરોડ રૂપિયા પહોંચી શકે છે સંરક્ષણ નિકાસઃ રાજનાથ સિંહ

બેંગલુરૂઃ રક્ષા પ્રધાન રાજનાથ સિંહે આજે એચએએલમાં હેલિકોપ્ટર ડિવીઝનમાં નવા એલસીએચ પ્રોડક્શન હેંગરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે એચસીએલના ડાયરેક્ટર આર માધવને કહ્યું કે, એલસીએચ ઓપરેશનલ ઇન્ડક્શન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને હેલિકોપ્ટર કોમ્પલેક્સ સંપૂર્ણ રીતે એલસીએચના ઉત્પાદન માટે તૈયાર છે. નવા ઉત્પાદન હેંગર પ્રતિ વર્ષ 30 હેલિકોપ્ટરોના ઉત્પાદન સુધી પહોંચવા માટે એલસીએચ ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધી કરશે. 

fallbacks

માર્ચ 2018માં એચએએલ દ્વારા 15 લિમિટેડ સિરીઝ ઉત્પાદન (એલએસપી) હેલિકોપ્ટરો માટે ટેકનિકલ તકનીકી વ્યાપારી દરખાસ્ત પહેલા જ પ્રસ્તુક કરી દેવામાં આવી છે અને આ આદેશની રાહ જોવાઈ રહી છે. કુલ 160 હેલિકોપ્ટરોની જરૂરીયાત છે. એચએએલે રક્ષા પ્રધાનને સ્વદેશી ભારતીય મલ્ટી રોલ હેલિકોપ્ટર (આઈએમઆરએચ)ની નવી ડિઝાઇન અને વિકાસ કાર્યક્રમની પ્રગતિથી માહિતગાર કરાવ્યા હતા. 

રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આ પ્રસંગે કહ્યું કે, દેશની વાર્ષિક સંરક્ષણ નિકાસ 2024 સુધી 35000 કરોડ રૂપિયા પર પહોંચવાનું અનુમાન છે. જે હાલમાં 17,000 કરોડ રૂપિયા છે. 

રાજનાથ સિંહે કહ્યું કે, ભારત 2030 સુધી ત્રણ મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થશે અને રક્ષા ઉદ્યોગે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે. તેમણે હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિ. (એચએએલ)ના રાજ્યોત્સવ કાર્યક્રમમાં કહ્યું, 'ભારતની સંરક્ષણ નિકાસ વધી રહી છે. છેલ્લા બે વર્ષમાં આપણી નિકાસ 17,000 કરોડ રૂપિયા રહી છે પરંતુ તમારી (એચએએલ) ક્ષમતાને જોતા, હું કહી શકું કે 2024 સુધી તે 35,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.'

લાંબા સમયથી આયાત પર નિર્ભર ન રહી શકે ભારત
રક્ષા પ્રધાને કહ્યું, 'તેને લઈને મને સંપૂર્ણ વિશ્વાસ છે.' તેમણે ત્યાં હાજર લોકોને સંબોધિત કરતા કહ્યું કે, ભારત લાંબા સમય સુધી આયાત પર નિર્ભર ન રહી શકે અને ભારતીય કંપનીઓએ ખાસ કરીને જાહેર ક્ષેત્રની રક્ષા કંપનીઓએ 'મેક ઇન ઈન્ડિયા'ના લક્ષ્યને હાંસિલ કરવા મોટી ભૂમિકા નિભાવવાની છે. સિંહે કહ્યું, 'અમે ઈચ્છતા નથી કે ભારત આયાતી દેશ બન્યો રહે. તમારી ક્ષમતાના આધારમાં કહી શકું કે ભારત ચોક્કસપણે નિકાસી દેશ બનશે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More