US Trump Tariff News: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સામાનો પર 26% ટેરિફ લગાવ્યો છે. પરંતુ ભારત સરકારે જેનો જવાબ આપવાની જગ્યાએ અમેરિકા સાથે વ્યાપાર સમજુતીને જલ્દીથી જલ્દી પૂરી કરવા પર ધ્યાન આપી રહ્યું છે.
ટ્રમ્પે પોતાના આદેશમાં કહ્યુ કે જો કોઈ દેશ વ્યાપાર સાથે જોડાયેલી ગડબડીઓ સુધારવા માટે યોગ્ય પગલાં ભરે છે તો તેને કેટલીક રાહત આપી શકાય છે. સરકાર હાલ તેમની આ વાત પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે.
રિપોર્ટમાં કરવામાં આવ્યો મોટો દાવો
રોયટર્સ સાથે વાત કરતા એક સરકારી અધિકારીએ જણાવ્યું કે અમેરિકા દ્વારા ભારતીય સામાનો પર 26% ટેરિફ (શુલ્ક) લગાવ્યા બાદ ભારત હાલ કોઈ જવાબી કાર્યવાહી એટલે કે અમેરિકા પર ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યું નથી. તેની જગ્યાએ ભારત હવે અમેરિકા સાથે વ્યાપાર સમજુતી જલ્દી પૂર્ણ કરવા પર ધ્યાન આપી રહ્યું છે.
અધિકારીએ તે પણ જણાવ્યું કે સરકાર ટ્રમ્પના તે આદેશ પર વિશ્વાસ કરી રહી છે, જે કહે છે કે જે દેશ વ્યાપારમાં સંતુલન બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેને ટેરિફથી કેટલીક રાહત મળી શકે છે. ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાના બજારોની સાથે-સાથે ભારતીય શેર બજારમાં પણ ઘટાડો થયો છે. માત્ર બે દિવસમાં સેન્સેક્સમાં મોટો કડાકો થયો છે.
આ પણ વાંચોઃ બંગાળની ખાડીથી ભાગતી ભાગતી આવી રહી છે તબાહી, હવામાન ખાતાએ કહ્યું- સાવધાન રહો
ભારત આ વાતથી છે સંતુષ્ટ
એક અન્ય સરકારી અધિકારીએ રોયટર્સને જણાવ્યું કે ભારત તે વાતથી સંતુષ્ટ છે કે તે અમેરિકા સાથે વ્યાપાર સમજુતી શરૂ કરનાર પ્રથમ દેશોમાંથી એક છે. અમેરિકાના ટેરિફ નિર્ણયની અસર એશિયાના ઘણા દેશો પર પડી છે. ચીન પર 34 ટકા, વિયતનામ પર 46 ટકા અને ઈન્ડોનેશિયા પર 32 ટકાનો ટેરિફ લગાવ્યો છે. ચીને જવાબમાં કહ્યું કે તે 10 એપ્રિલથી અમેરિકાથી આવતા બધા સામાનો પર 34 ટકા ટેરિફ લગાવશે.
તો ઈન્ડોનેશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈ જવાબી કાર્યવાહી કરશે નહીં. વિયતનામ જે હવે ચીનની જગ્યાએ એક નવું મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ કેન્દ્ર બની રહ્યું છે, તેણે સંભવિત વ્યાપાર સમજુતી હેઠળ પોતાના ટેરિફને સંપૂર્ણ ખતમ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે