નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા Zee News ના મંચ પર રાજનીતિના મહાસંવાદ ‘#IndiaKaDNA’માં ભોજપુરીના સુપરસ્ટાર દિનેશલાલ યાદવ સામેલ થયા. દિનેશલાલ યાદવ, જે નિરહુઆના નામથી જાણીતા છે તેઓ ભાજપમાં સામેલ થઇ ગયા છે. અને આ વખતે યૂપીની કોઇપણ બેઠકથી ચૂંટણી લડી શકે છે. ‘#IndiaKaDNA’ના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં લોકોને મોટો ભ્રમ છે કે જો એક જ્ઞાતી વિશેષનો માણસ છે તો તે કોઇ પાર્ટી વિશેષનો માણસ હશે, કેમકે આ દેશ જે છે જાગરૂત થઇ ગયો છે અને લોકોને તે જાણી ગયા છે કે સાચુ શું છે અને ખોટું શું છે.
વધુમાં વાંચો: રામ મંદિર પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, ‘જો નિર્માણ કાર્ય અગળ વધશે નહીં તો હું ફરી જઇશ અયોધ્યા’
જ્ઞાતીનું સંગઠન બનાવવું ખોટી વાત છે
નિરહઆએ કહ્યું કે, હું એવું નથી કહેતો કે કોઇ જ્ઞાતીનું સંગઠન બનાવવું ખોટી વાત છે. તમે કોઇ જ્ઞાતીનું સંગઠન બનાવો. એક સમાજની જ્ઞાતીના લોકોને એક સાથે જો તેમે ભેગા કરો છો તો તે સાચી વાત છે, પરંતુ સત્ય એ પણ છે કે તે જ સંગઠનનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો. દેશના હિતમાં કરો છો અથવા દેશના વિરોધમાં કરો છો. આજે સમય આવી ગયો છે કે આ વાતનો કે ચૂંઠણીમાં દેશની કમાન તમે કોના હાથમાં આપવામાં આવે.
ફરીથી સમગ્ર દેશ ઇચ્છે છે મોદી સરકાર
તેમણે વધુમાં કહ્યું કે, ‘તો આવા સમયેમાં સમગ્ર દેશ ઇચ્છે છે કે ફરીથી નરેન્દ્ર મોદીજી આ દેશના પ્રધાનમંત્રી બને અને જે શક્તિથી સાથ તેમને સમગ્ર દુનિયામાં ભારતને પ્રેઝન્ટ કર્યું છે. તે જ શક્તિની સાથે આપણે લોકો પણ ઉભા રહીએ. તો આવા સમયેમાં કોઇ પણ વ્યક્તિ જે જ્ઞાતી વિશેષ, સમાજ વિશેષ અથવા કોઇપણ ક્ષેત્રમાં સંગઠન બનાવ્યું છે અને તે જો દેશના હિતના વિરોધમાં ઉભું હોય, તો આપણે તેના વિરોધમાં ઉભા છીએ.’
વધુમાં વાંચો: #IndiaKaDNA માં બોલ્યા કેશવ પ્રસાદ મૌર્યા- ‘23 મેએ સપા-બસપા-કોંગ્રેસ ગઇ’
ભારતમાં એક દેવદૂત આવી ગયો છે
ત્યારે, પીએમ મોદી વિશે જણાવતા નિરહુઆએ કહ્યું કે, જ્યારે આપણે અભ્યાસ કરીએ છે, તો અમે એવા વ્યક્તિઓની વિશે જાણવાની તક મળે છે, જેમણે દેશ માટે કંઇક કર્યું છે. પોતાના પરિવારથી અલગ, પોતાના જીવનના સ્વાર્થને છોડી કોઇએ દેશ માટે કંઇક કર્યું, સમાજ માટે કંઇક કર્યું તો તેના વિશે આપણે ભણીએ છે. આપણને ભણાવવામાં આવે છે અને મેં જેટલા મહાપુરષોના જીવન વિશે ભણ્યો છું, ત્યાર બાજ જ્યારે હું મોદીજીના જીવનને જોવું છું તો મને એવું લાગે છે કે આજે પણ આપણી વચ્ચે આવો એક વ્યક્તિ છે, જેને આપણે કહી શકીએ છે ભારતમાં એક દેવદૂત આવી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે