નવી દિલ્હી: ભારત (India) ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહ્યુ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકાર ચીનની (China) કંપની હ્યુઆવેઇને (Huawei) બેન કરવાનું મન બનાવી ચૂક્યું છે અને જૂન સુધીમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. બે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, હ્યુઆવેઇ દ્વારા બનાવવામાં આવેલ દૂરસંચાર ઉપકરણોના ઉપયોગથી ભારતીય મોબાઈલકંપનીઓને અટકાવવામા આવશે. જો એું થાય છે કો, ચીનને આર્થિક મોચરે ભારે નુકસાન ભોગવવું પજશે. કેમ કે, લદાખ (Ladakh) હિંસા બાદ ભારત તેની સામે પહેલા અન્ય મોટા પગલા ઉઠાવ્યા છે.
15 જૂન પછી બદલાઈ જશે બધું જ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા આશંકા અને ભારતીય ઉત્પાદકોની વધુ ટેલિકોમ સાધનો (Telecoms Equipment) બનાવવાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ચીની કંપની પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં છે. ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગના બે અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, 15 જૂન પછી, મોબાઇલ કેરિયર કંપની સરકાર દ્વારા માન્ય કંપનીઓ પાસેથી જ અમુક નિશ્ચિત ઉપકરણો ખરીદી શકશે. એટલું જ નહીં, સરકાર એવી કંપનીઓની સૂચિ પણ જારી કરી શકે છે કે જેના પાસેથી ઉપકરણો ખરીદવા ન પડે. આ સૂચિમાં હ્યુઆવેઇનો પણ સમાવેશ થવાની સંભાવના છે.
આ પણ વાંચો:- Live: દાંડી યાત્રામાં ભાગ લેવા માટે દાંડીયાત્રીઓ સાબરમતી આશ્રમ પહોંચ્યા
ચીની કંપનીઓ પર લાગ્યા આ આરોપો
અધિકારીઓના મતે, સરકારનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ ઉભું કરે તેવા રોકાણો પર પ્રતિબંધ મૂકવો જોઇએ અને તેને ધ્યાનમાં રાખીને, ચીની કંપનીઓ સામે કડક પગલા ભરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તે જ સમયે, અન્ય એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, ચીની કંપની ZTE કોર્પ (ZTE Corp) પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. જોકે ભારતમાં તેની ઓછી હાજરી છે. બંને કંપનીઓ પર ચીની સરકાર માટે જાસૂસી કરવાનો આરોપ મૂકાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે