નવી દિલ્હી: ભારત સરકારે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા સંકટ વચ્ચે એક મહત્વનું પગલું ભર્યું છે. સરકારે ભારતમાં પ્રવેશ કરવા માટે ઈચ્છુક લોકોના વિઝા અરજીને ઝડપથી ટ્રેક કરવા માટે e-Emergency X- Misc Visa નામથી ઈલેક્ટ્રોનિક વિઝાની નવી કેટેગરી શરૂ કરી છે.
આ જાહેરાત અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તામાં આવ્યાના બે દિવસ બાદ કરાઈ છે. જ્યારે અફઘાનિસ્તાન છોડવા માટે હજારો અફઘાનીઓ સોમવારે કાબુલના મુખ્ય એરપોર્ટ પર પહોંચ્યા પરંતુ પ્લેનમાં જગ્યા ન મળતા તેમાથી કેટલાક પ્લેન બહાર લટકી ગયા અને પડીને દર્દનાક રીતે મોતને ભેટ્યા.
ગણતરીના કલાકોમાં સ્થિતિ બદલાઈ
અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની વાપસીએ ક્ટ્ટરવાદી ઈસ્લામી સમૂહ તાલિબાનને એટલું શક્તિશાળી બનાવી દીધુ કે થોડા સમયમાં જ તેમણે દેશની સત્તા પર કબ્જો જમાવી દીધો. ત્યારબાદ ડરેલા અને ગભરાયેલા નાગરિકો પોતાનો દેશ છોડવા માટે એવા ધમપછાડા કરવા લાગ્યા છે કે કાબુલ એરપોર્ટ પર પગ મૂકવાની જગ્યા નથી.
Afghanistan: કાબુલથી નીકળેલું વાયુસેનાનું વિમાન જામનગર પહોંચ્યું, 120 ભારતીયોને સુરક્ષિત પાછા લવાયા
MHA announces new category of visa called 'e-Emergency X-Misc Visa' for Afghans: Officials
— Press Trust of India (@PTI_News) August 17, 2021
ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ સમાચાર એજન્સી એએનઆઈને મંગળવારે કહ્યું કે સરકારે અફઘાનિસ્તાનની સ્થિતિ જોતા વિઝા જોગવાઈઓની સમીક્ષા કરવામાં આવી. આ સાથે જ e-Emergency X- Misc Visa નામથી ઈલેક્ટ્રોનિક વિઝા મેળવવાની નવી એક કેટેગરી શરૂ કરાઈ છે. જેથી કરીને દેશમાં પ્રવેશ કરવા માટે ઈચ્છુક લોકોના વિઝાની અરજી પર જલદી કામ થઈ શકે.
Afghanistan Updates: જે પ્લેનમાંથી પડ્યા લોકો, તેની અંદરની સ્થિતિ પણ હતી દર્દનાક, Photo સામે આવ્યો
ફરીથી શરૂ થઈ ફ્લાઈટ્સ
આમ તો રાજધાની કાબુલમાં કોઈ પણ પ્રકારની સતામણી કે મોટા હુમલાની ખબર નથી પરંતુ વિદ્રોહીઓ સતત આગળ વધી રહ્યા છે, જેલમાંથી ખૂંખાર કેદીઓ છૂટવા અન હથિયાર લૂંટાવવાના કારણે દહેશતભર્યા માહોલ વચ્ચે બચેલા લોકો ઘરોમાં છૂપાઈ બેઠા છે. આ બાજુ તાલિબાનીઓના કબ્જા બાદ થોડા સમય માટે બંધ રહેલા કાબુલના હામિદ કરઝઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરીથી ફ્લાઈટ્સ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન મિલેટ્રી જેટથી લોકો લટકી ગયા અને પછી આકાશમાં ઊંચાઈથી પડીને મોતને ભેટ્યા.
આ બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસીના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે જે ગતિથી કાબુલનું પતન થયું તેમાં અફઘાનિસ્તાનની સરકારની જ ભૂલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે