Home> India
Advertisement
Prev
Next

લગ્નની આઠમી રાતે પતિને ગોળીઓ ખવડાવી દુલ્હને કર્યો કાંડ, પતિ ઉંઘતો જ રહ્યો, પછી...

 એક પરિણીતા લગ્નની આઠમી રાતે કાંડ કરીને ફરાર થઈ ગઈ છે. સવારે જ્યારે પતિ જાગ્યો ત્યારે પત્નીને ઘરે ન જોઈને તેને આશ્ચર્ય થયું. યુવકને ચક્કર આવતા હતા. તેણીએ ફોન પર તેના સાસરિયાઓને સમગ્ર ઘટના જણાવી હતી.

લગ્નની આઠમી રાતે પતિને ગોળીઓ ખવડાવી દુલ્હને કર્યો કાંડ, પતિ ઉંઘતો જ રહ્યો, પછી...

ઝી બ્યુરો/નવી દિલ્હી: એક એવો કિસ્સો સામે આવ્યો છે. એક પરિણીતા લગ્નની આઠમી રાતે કાંડ કરીને ફરાર થઈ ગઈ છે. સવારે જ્યારે પતિ જાગ્યો ત્યારે પત્નીને ઘરે ન જોઈને તેને આશ્ચર્ય થયું. યુવકને ચક્કર આવતા હતા. તેણીએ ફોન પર તેના સાસરિયાઓને સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારે ખબર પડી કે આખો મામલો શું છે.

fallbacks

ગુજરાતમાં ખળભળાટ! સરકારી કર્મચારીઓના અશ્લિલ હરકતોનો VIDEO થયો વાયરલ

પીલીભીતના પુરનપુર વિસ્તારમાં એક નવપરિણીત દુલ્હનએ એવું કૃત્ય કર્યું જેનાથી તેના પતિ અને સાસરિયાં ચોંકી ગયા છે. લગ્નના આઠ દિવસ બાદ જ નવપરિણીતાએ રાત્રે પતિને નશાની ગોળીઓ ખવડાવી હતી. આ પછી તે રાત્રે જ તેના મામા સાથે ચાલી ગઈ હતી.

કળિયુગી શિક્ષકની લંપટલીલા! બાળકીઓને મોબાઈલમાં અશ્લીલ વિડિઓ બતાવી કરતો આ કામ

સવારે જ્યારે પતિ જાગ્યો ત્યારે પત્નીને ઘરે ન જોઈને તેને આશ્ચર્ય થયું. આ સમયે નશાની ગોળીઓ ખાતાં યુવકને ચક્કર આવતા હતા. તેણીએ ફોન પર તેના સાસરિયાંઓને સમગ્ર ઘટના જણાવી હતી. ત્યારે ખબર પડી કે પરિણીત મહિલા તેના મામા સાથે ફરાર થી ગઈ હતી. પીડિતે પોલીસમાં અરજી કરી છે અને ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે. પીડિતે જણાવ્યું હતું કે તેના લગ્ન 22 ઓક્ટોબરે ખુટાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની રહેવાસી યુવતી સાથે થયા હતા. 

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મનગમતી છે આ જગ્યા, એક રાતનું ભાડું જાણી હોશ ઉડશે

રાત્રે પત્નીએ તેને નશાની ગોળીઓ આપી હતી જેના કારણે તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો હતો.રાત્રે કોઈક સમયે પત્ની તેના મામા સાથે ચાલી ગઈ હતી. આરોપ છે કે પત્ની ઘરમાં રાખેલા 50 હજાર રૂપિયા પણ લઈ ગઈ છે. સવારે જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેને આ વાતની ખબર પડી. જ્યારે તેણે આંખ ખોલી ત્યારે તેને ચક્કર આવી રહ્યા હતા. તેને પલંગ પર ઊંઘની ગોળીઓ પડેલી મળી. યુવકે જણાવ્યું કે તેણે આ ઘટનાની ફરિયાદ તેના સાસરિયાઓને કરી હતી. તેઓને તેની પત્નીને બે-ચાર દિવસમાં બોલાવવાનો વાયદો કર્યો હતો.

54 રૂપિયા હતો IPO માં શેરનો ભાવ, 15 દિવસમાં પહોંચ્યો 170ને પાર, રોકાણકારોને ફાયદો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More