Home> India
Advertisement
Prev
Next

ચીન સીમા પર ભારત પોતાનાં સૈનિકો યથાવત્ત રાખશે: સીતારમણ

ભારત વુહાન સમજુતીની ભાવના અનુસાર સીમા પર શાંતિ જાળવી રાખશે પરંતુ ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાના સૈનિકોની સંખ્યા ઘટાડશે નહી

ચીન સીમા પર ભારત પોતાનાં સૈનિકો યથાવત્ત રાખશે: સીતારમણ

નવી દિલ્હી : સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત "વુહાન" સમજુતીની ભાવના અનુસાર સીમા પર શાંતિ જાળવી રાખશે પરંતુ ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાનાં સૈનિકોની સંખ્યાને ઘટાડશે નહી. પોતાનાં ચીની સમકક્ષ વેઇ ફેંધેની સાથે વાતચીતના લગભગ એક મહિના બાદ સીતારમણે ક્હયું કે બંન્ને પક્ષોએ સ્વીકાર કર્યો છે કે વુહાનમાં વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે અનૌપચારિક શિખ સમ્મેલનમાં કરવામાં આવ્યા વ્યાપક નિર્ણયથી સીમા પ્રબંધન નિયંત્રિત થવું જોઇએ. 

fallbacks

પુછવામાં આવતા કે શું ભારત હવે સૈનિકોને ફરજંદ રાખી રહ્યું છે અને વુહાનની ભાવના છતા તેમાં ઘટાડો નથી લાવી રહ્યું તો તેમણે ક્હ્યું બિલ્કુલ. એપ્રીલમાં વુહાન શિખર સમ્મેલનમાં મોદી અને શીએ સંબંધોમાં એક નવો અધ્યાય ચાલુ કરવાનો સંકલ્પ લીધો અને પોતાની સેનાઓને લગભગ 3500 કિલોમીટર લાંબી ચીન-ભારત સીમા પર સમન્વયને વધારવા માટેનો નિર્દેશ આપ્યો. પરમાણુ હથિયારોથી સંપન્ને બંન્ને દેશોની વચ્ચે ડોકલામમાં સૈન્ય ગતિરોધ પેદા થયાનાં થોડા જ મહિનાઓ બાદ આ સંકલ્પ લેવામાં આવ્યો હતો. 

તેમ પુછવામાં આવતા કે સીમા પર શાંતિ જાળવી રાખવા માટે બંન્ને સેનાઓ સામરિક દિશા - નિર્દેશ ઇશ્યું કરવાનું મોદી અને શીનો નિર્ણય શું કામ કરી રહ્યુ છે તો તેમણે કહ્યું, મને વિશ્વાસ છે કે આ કામ કરી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે દેશના સંરક્ષણ મંત્રી સ્વરૂપે તેઓ આ તથ્યથી અવગત છે કે તેમને સીમા પ્રહરિયોને સતર્ક રાખવા પડશે. 

fallbacks

ભારતે પતાની પશ્ચિમી સીમાથી પોતાનાં ઉત્તરી સીમા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો સમય આવી જવા અંગે સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે આ વર્ષના નિવેદન અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે હું એક સીમાની કિંમત પર તેમ કહી શકસું છું કે હું બીજી સીમા પર વધારે સતર્ક અને તૈયાર રહીશું. સીમા સીમા છે મારે મારી બંન્ને સીમાઓ અંગે સચેત રહેવું પડશે. મારે મારા સાગરો અંગે પણ સચેત રહેવું પડશે. આ અંગે ઓછી ચર્ચા થાય છે. ગત્ત મહિને સીતારમણ અને તેમના ચીની સમકક્ષ વેઇએ અહીં વ્યાપક ચર્ચા કરી હતી.

fallbacks

જેમાં તેમણે સંરક્ષણ સહયોગ અંગે નવા દ્વિપક્ષી સમજુતીના નક્કર રૂપ આપવાી દિશામાં કામ કરવાનો નિર્ણય લીધો અને ડોકલામ જેવા ગતિરોધ વચ્ચે અલગ અલગ સ્તરો પર પોતાની સેનાઓ વચ્ચે વાતચીત વધારવા માટે સંમતી વ્યક્ત કરી. સીતારમણે કહ્યું કે, આ (વુહાન) ભાવના છે, જેને ચીની પક્ષ અને અમે સ્વીકાર કરીએ છીએ, અમારે પોતાની સીમાઓને નિયંત્રીત કરવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More