Home> India
Advertisement
Prev
Next

1700ને પાર પહોંચ્યો ઓમિક્રોનનો આંકડો, અનેક રાજ્યોમાં કોરોના કેસમાં પણ થયો વધારો

એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે દેશમાં ઓમિક્રોનના સંક્રમિતોનો આંકડો 1700ને પાર કરી ગયો છે. આ સાથે દેશમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમણના 33750 નવા કેસ સામે આવ્યા અને આ દરમિયાન 123 લોકોના મૃત્યુ થયા છે. 
 

1700ને પાર પહોંચ્યો ઓમિક્રોનનો આંકડો, અનેક રાજ્યોમાં કોરોના કેસમાં પણ થયો વધારો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોમવારે પણ દેશમાં મોટી સંખ્યામાં આ વેરિએન્ટના કેસ સામે આવ્યા છે. એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે દેશમાં ઓમિક્રોનના સંક્રમિતોનો આંકડો 1700ને પાર કરી ગયો છે. આ સાથે દેશમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમણના 33750 નવા કેસ સામે આવ્યા અને આ દરમિયાન 123 લોકોના મૃત્યુ થયા છે. 

fallbacks

કયા રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ

રાજ્ય - કુલ કેસ - સાજા થયા

મહારાષ્ટ્ર - 510 - 193

દિલ્હી - 351 - 57

કેરળ - 181 - 1

ગુજરાત - 136 - 69

રાજસ્થાન - 121 - 61

તમિલનાડુ- 121 - 40

તેલંગાણા - 84 - 33

હરિયાણા - 37 - 25

ઓડિશા - 37 - 1

કર્ણાટક - 76 - 18

આંધ્ર પ્રદેશ - 17 - 3

બંગાળ - 17 - 3

મધ્ય પ્રદેશ 10 - 9

ઉત્તર પ્રદેશ - 8 - 4

ઉત્તરાખંડ - 8 - 4

ચંદીગઢ - 3 - 2

જમ્મુ અને કાશ્મીર - 3 - 3

આંદામાન 2 - 0

ગોવા 1 - 0

પંજાબ 1 - 1

હિમાચલ 1 - 1

લદ્દાખ - 1 - 1

મણિપુર 1 - 0

(આરોગ્ય મંત્રાલયનો ડેટા)

આ પણ વાંચોઃ Corona: મુંબઈમાં વધ્યું કોરોના સંકટ, ધોરણ 1થી 9ની શાળાઓ 31 જાન્યુઆરી સુધી બંધ

દિલ્હીમાં 81 ટકા સેમ્પલમાં ઓમિક્રોન
આ વચ્ચે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને સોમવારે કહ્યુ કે, રાષ્ટ્રીય રાજધાનીમાં 81 ટકા સેમ્પલમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. તેમણે દિલ્હી વિધાનસભાને જણાવ્યું કે હાલમાં કોવિડના 187 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 152 એટલે કે 81 ટકા નમૂનામાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ, જ્યારે 8.5 ટકા સેમ્પલમાં ડેલ્ટા વેરિએન્ટ જોવા મળ્યો છે. તેમણે આ સાથે કહ્યું કે, ઓમિક્રોનથી સંક્રમિત કોઈપણ વ્યક્તિને અત્યાર સુધી ઓક્સીજનની જરૂર પડી નથી. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 4099 નવા કેસ સામે આવ્યા, જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. 

કોવિડના કેસમાં વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33,750 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 10,846 કોરોના દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાથી 123 દર્દીઓના જીવ ગયા છે. હાલ દેશમાં 1,45,582 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે કુલ 3,42,95,407 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાથી મૃત્યુઆંક 4,81,893 પર પહોંચ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More