Home> India
Advertisement
Prev
Next

ડોભાલે જે કહ્યું તે થઈને રહેશે... વર્ષ 1971ની પેટર્ન પર યુદ્ધ લડશે ભારત? મોકડ્રીલથી મળી રહ્યો મોટો સંકેત

India Pakistan Tension: અજિત ડોભાલનું નિવેદન અને 295 સ્થળોએ મોકડ્રીલનો આદેશથી સંકેત મળે છે કે, ભારત આ વખતે પાકિસ્તાન સામે 1971ની જેમ કડક પગલાં લઈ શકે છે. પહેલગામ હુમલા પછી ભારત આક્રમક વલણમાં છે અને બલુચિસ્તાન અંગે રણનીતિ બનાવવામાં આવી રહી છે. મોકડ્રીલ, સંરક્ષણ ખરીદી અને ગુપ્તચર ચેતવણીઓ આ બધા સંકેત એક મોટી લશ્કરી કાર્યવાહી તરફ ઈશારો કરે છે.

ડોભાલે જે કહ્યું તે થઈને રહેશે... વર્ષ 1971ની પેટર્ન પર યુદ્ધ લડશે ભારત? મોકડ્રીલથી મળી રહ્યો મોટો સંકેત

India Pakistan Tension: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત તાબડતોબ તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન 4 વર્ષ પહેલાં ડોભાલ દ્વારા આપવામાં આવેલું એક નિવેદન હવે સાચું પડતું દેખાય રહ્યું છે. ભારત સરકારે ગઈકાલે જ આદેશ આપ્યો છે કે, 7 મેના રોજ દેશભરમાં 295 સ્થળોએ મોકડ્રીલ યોજાશે. આના પરથી સ્પષ્ટપણે કહી શકાય કે, ભારત ચોક્કસપણે કંઈક મોટું કરવાનું વિચારી રહ્યું છે. ચાલો દેશમાં 54 વર્ષ પહેલાં 1971માં થયેલી છેલ્લી મોકડ્રીલ પર એક નજર કરીએ.

fallbacks

તે સમયે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું વાતાવરણ હતું. જો કે, ભારતે આ પહેલા અને પછી ઘણા યુદ્ધો લડ્યા છે, પરંતુ દેશમાં ક્યારેય મોકડ્રીલની જાહેરાત કરવામાં આવી ન હતી. 1971માં જ્યારે મોકડ્રીલ યોજાઈ હતી, ત્યારે ભારતે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દીધું હતું. એક ટુકડો અલગ થયો અને તે બાંગ્લાદેશ બન્યો. આ પોતાનામાં એક મોટી વાત હતી. જ્યારે આ વખતે પણ દેશમાં મોકડ્રીલની જાહેરાત કરાઈ ત્યારે તેને એક સંકેત તરીકે માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે પણ પાકિસ્તાન બે ભાગમાં વહેંચાઈ શકે છે અને બલોચને ભારત અને પાકિસ્તાનથી અલગ કરી શકાય છે.

આવતીકાલે રાજ્યમાં લોકોની સલામતી માટે સૌથી મોટી મોકડ્રીલ, પહેલી વખત આવી સ્થિતિ!

ડોભાલે પહેલાથી જ આપી હતી વોર્નિંગ
જો પાકિસ્તાન કંઈ કરશે તો અમે તેના ઘરમાં જ યોગ્ય જવાબ આપીશું... આ વાત કોઈ નેતાએ નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે 4 વર્ષ પહેલાં એક જાહેર કાર્યક્રમમાં કહી હતી. ડોભાલે પોતાના ટૂંકા પણ અસરકારક નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, ભારત હવે રક્ષણાત્મક સ્થિતિમાં રહેશે નહીં.

એટલું જ નહીં ડોભાલે એમ પણ કહ્યું કે, જો કોઈ ભારત પર હુમલો કરવાનું વિચારી રહ્યું છે, તો તેને તેની જ ધરતી પર જવાબ મળશે. આ નિવેદન પહેલગામમાં થયેલા કાયર આતંકવાદી હુમલા પહેલા આવ્યું હતું, જેમાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. ડોભાલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, ભારત ફરી એકવાર પાકિસ્તાનની અંદર એક મોટું વિભાજન લાવવાની રણનીતિ પર કામ કરી શકે છે.

ગુજરાતના 11 જિલ્લામાં વળી જશે તહસનહસ! હવામાન વિભાગે જાહેર કર્યુ રેડ એલર્ટ

સ્ટ્રાઈકથી આગળનું વિચારી રહ્યું છે ભારત
આ વખતે ભારતનું ધ્યાન બલુચિસ્તાન પર છે. બે વખત સ્ટ્રાઈક થઈ ચૂકી છે, તેથી જ આ વખતે ભારત અલગ રીતે બદલો લેવાની યોજના બનાવી રહ્યું છે. અગાઉ આતંકવાદીઓ મોટાભાગે સુરક્ષા દળોને નિશાન બનાવતા હતા, પરંતુ પહેલગામ હુમલામાં પહેલી વાર આટલા બધા પ્રવાસીઓ માર્યા ગયા છે. 26 નિર્દોષ લોકો માર્યા ગયા. એટલા માટે આ વખતે ભારત ફક્ત પાકિસ્તાનની દુખતી નસ જ નહીં પકડે પરંતુ બલુચિસ્તાનને પાકિસ્તાનથી છોડાવીને તેને આઝાદ કરવાનો પ્રયાસ પણ કરશે.

અત્યાર સુધી મોટાભાગના આતંકવાદી હુમલાઓ સુરક્ષા દળો પર કેન્દ્રિત હતા, પરંતુ આ વખતે સામાન્ય નાગરિકો અને પ્રવાસીઓને સીધા નિશાન બનાવવામાં આવ્યા હતા. આનાથી સરકારની જવાબદારી પણ વધી છે. આ જ કારણ છે કે આ વખતે ભારત 'સર્જિકલ સ્ટ્રાઈક' અથવા 'હવાઈ હુમલો' જેવા મર્યાદિત પ્રતિભાવોથી આગળ વધીને વિચારી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ પાછળનો વિચાર પાકિસ્તાનને અલગ પાડવાનો હોઈ શકે છે. આવી સ્થિતિમાં આને એ સંકેત તરીકે પણ માનવામાં આવી રહ્યું છે કે, ભારત પાકિસ્તાનના ટુકડા કર્યા પછી જ સંમત થશે.

બેન્ક ખાતામાં અધધ 1001356000139542100... રૂપિયા જોઈ UPનો ખેડૂત ચોંકી ઉઠ્યો

પાકિસ્તાનની દુખતી નસ પર ભારતની મજબૂત પકડ
ભારત હવે પાકિસ્તાનની દુખતી નસ પર હુમલો કરવાનું વિચારી રહ્યું છે, અને તે છે બલુચિસ્તાન. અહીંના લોકો ખાસ કરીને યુવાનો, દાયકાઓથી પાકિસ્તાનના શોષણ અને સેનાની ક્રૂરતા સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તાજેતરના સોશિયલ મીડિયા વીડિયોમાં પાકિસ્તાન સેના અને સ્થાનિક પોલીસ વચ્ચેના અથડામણની તસવીરો સામે આવી છે, જે દર્શાવે છે કે સરકાર અને તેના તંત્રમાં તિરાડો દેખાવા લાગી છે.

આવી સ્થિતિમાં જો ભારત બલુચિસ્તાનને ટેકો આપે છે અથવા પાકિસ્તાનને ત્યાંથી અલગ કરે છે, તો તેને માત્ર વ્યૂહાત્મક વિજય જ નહીં, પણ નૈતિક સમર્થન પણ મળી શકે છે. બલૂચ લોકો પહેલાથી જ આંતરરાષ્ટ્રીય મંચો પર સ્વતંત્રતાની માંગણીઓ ઉઠાવી રહ્યા છે. ભારત માટે રાજદ્વારી રીતે પણ આ યોગ્ય સમય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનના આતંકવાદી માળખાઓથી ચિંતિત છે.

વરસશે દે-ધનાધન રૂપિયા અને ચમકશે કિસ્મત, ગુરુ-આદિત્ય રાજયોગ આ રાશિને કરાવશે માલામાલ!

આ વખતે ભારતની રણનીતિમાં બે બાબતો સ્પષ્ટપણે દેખાય છે. પહેલા પાકિસ્તાનની અંદર દબાણ બનાવીને એક મોટો ટુકડો અલગ કરવો જોઈએ. બીજું લશ્કરી તૈયારી એટલી હદે વધારવી જોઈએ કે દુશ્મનને યુદ્ધ કર્યા વિના શરણાગતિ સ્વીકારવાની ફરજ પડે. મોકડ્રીલ, નવી સંરક્ષણ ખરીદી, સરહદો પર ગતિવિધિઓ અને NSA ડોભાલના નિવેદનો આ બન્ને વ્યૂહરચનાઓ પુષ્ટિ આપે છે કે, આ વખતે ભારત ફક્ત બદલો લેવા માંગતું નથી, તે પરિવર્તન ઇચ્છે છે. એક એવો ફેરફાર જે ઇતિહાસમાં નોંધાશે અને પાકિસ્તાનનો નકશો ફરીથી દોરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More