પાકિસ્તાને 9-10 મેની મધરાતે ભારતના 26થી વધુ સ્થળો પર હુમલાની કોશિશ કરી જે ભારતે નિષ્ફળ બનાવી. ભારતની આ કાર્યવાહી પર વિદેસી મામલાઓના વિશેષજ્ઞ રોબિન્દર સચદેવે કહ્યું કે ભારતનું પાકિસ્તાનના ત્રણ એરબેસ પર એટેક કરવું ખુબ જરૂરી હતું. શનિવારે સમાચાર એજન્સી આઈએએનએસ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે ભારતે આ ત્રણેય એરબેસ પર હુમલો કર્યો છે. જે ખુબ મહત્વપૂર્ણ છે.
ત્રણ એરબેસ ભારતીય સરહદથી 100થી 300 કિમી દૂર
વિદેશી મામલાઓના વિશેષજ્ઞ રોબિન્દર સચદેવે કહ્યું કે ત્રણેય એરબેસ પાકિસ્તાનના પંજાબ ક્ષેત્રમાં આવેલા છે. જે ભારતીય સરહદથી લગભગ 100 કિમીના અંતરે છે. જે એરબેસને નિશાન બનાવવામાં આવ્યા તેમાંથી એક રાવલપિંડી પાસે છે, જેનો ઉપયોગ વીઆઈપી ફ્લાઈટ્સ માટે થાય છે.
પાકિસ્તાન વાયુસેનાના પરિવહન વિભાગનું હેડક્વાર્ટર
તેમણે એરબેસનું મહત્વ ગણાવતા કહ્યું કે પીએમથી લઈને મોટા મોટા વીવીઆઈપી અહીંથી ઉડાણ ભરે છે. અહીં પાકિસ્તાની વાયુસેનાના પરિવહન વિભાગનું મુખ્યાલય પણ છે.
બીજા બેસમાં પાકિસ્તાન મિસાઈલ સ્ટોરેજ
રોબિન્દર સચદેવે કહ્યું કે, બીજો બેસ જેમાં પાકિસ્તાને મિસાઈલ સ્ટોરેજ કરી રાખી છે. અહીં પરમાણુ હથિયારો પણ છે. ત્રીજા એરબેસમાં ફાઈટર એરક્રાફ્ટ પણ છે. આથી આ ત્રણેય એરબેસ ખુબ મહત્વપૂર્ણ છે અને ભારતીય સેના પાકિસ્તાની સેનાના હ્રદય પર વાર કરી રહી છે.
નાપાક હરકતો એક રણનીતિ
વિદેશ મામલાના એક્સપર્ટ રોબિન્દર સચદેવે પાકિસ્તાનની નાપાક હરકતને એક રણનીતિ ગણાવી. તેમણે કહ્યું કે આ ડ્રોન ભારતીય ડિફેન્સ સિસ્ટમના ગેપ વિશે જાણકારી પાકિસ્તાનને મોકલી રહ્યું છે. પાકિસ્તાન એક રણનીતિ હેઠળ જાણવા માંગે છે કે ભારતની ડિફેન્સ સિસ્ટમમાં ક્યાં ખામી છે. ત્યારબાદ પાકિસ્તાન ડ્રોન છોડી શકે છે. તેમણે કહ્યું કે આપણી વાયુસેના તેમના તમામ ડ્રોન તબાહ કરવામાં સક્ષમ છે અને આપણે કરી પણ રહ્યા છે. પાકિસ્તાનના ડ્રોન જે પણ ભારત તરફ મોકલાઈ રહ્યા છે તેમાની એકની કિંમત 50 હજાર ડોલર છે. જ્યારે પાકિસ્તાન છેલ્લી બે રાતથી ઈલેક્ટ્રોનિક સેન્સર ડેટા ભેગું કરી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે