India Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ ચાલુ છે. ગુરુવારે પાકિસ્તાને ફરી એકવાર હુમલોનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સેનાના જવાનોએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. આ ઉપરાંત આજે એટલે કે શુક્રવારે ફરી એકવાર પાકિસ્તાન દ્વારા નાપાક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના કારણે જમ્મુમાં ફરી એકવાર સાયરન વાગવા લાગ્યા છે. સાયરન વાગતા દુકાનો અને બજારો બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ ઘણા વિસ્તારોમાં વીજળી પણ કટ કરીને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે.
શુક્રવારે રાત્રે ફરી એકવાર પાકિસ્તાને પોતાની નાપાક ગતિવિધિઓ શરૂ કરી દીધી છે. મલકી માહિતી અનુસાર ઉરી, સાંબા, કઠુઆમાં ભારે ગોળીબાર શરૂ થઈ ગયો છે. આ માહિતી ખુદ રાજ્યના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આપી છે. ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને લખ્યું કે, 'હું જ્યાં છું ત્યાંથી હવે મને વિસ્ફોટોના અવાજો સંભળાય છે, કદાચ ભારે તોપના. જમ્મુમાં હવે બ્લેકઆઉટ છે. આખા શહેરમાં સાયરનના અવાજો સંભળાય રહ્યા છે.
Intermittent sounds of blasts, probably heavy artillery, can now be heard from where I am.
— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025
ઉમર અબ્દુલ્લાની લોકોને અપીલ
જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોના તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે કૃપા કરીને રસ્તાઓ પર ન નીકળો, ઘર પર રહો અથવા નજીકના કોઈ સ્થળે રહો જ્યાં તમે આગામી થોડા કલાકો માટે આરામથી રહી શકો. અફવાઓ પર ધ્યાન ન આપો, પાયાવિહોણા કે અપ્રમાણિત સમાચાર ફેલાવશો નહીં અને આપણે સાથે મળીને આનો સામનો કરીશું.
તોપો દ્વારા ગોળીબાર
મળતી માહિતી અનુસાર શુક્રવારે પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પહેલા તેઓએ ઉરીમાં ગોળીબાર કર્યો અને હવે લંગધાર અને કુપવાડામાં પણ ગોળીબાર કર્યો છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તોપો દ્વારા ગોળીબાર કરી રહ્યું છે અને અન્ય ઘણા ભારે હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે.
#WATCH | Uri, J&K: Gunshots and explosions heard as Pakistan resumes arms and artillery fire along the LOC in Uri sector.
Visuals deferred by unspecified time. pic.twitter.com/7AngrvttIp
— ANI (@ANI) May 9, 2025
પાકિસ્તાનની આ કાર્યવાહીને કારણે આસપાસના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સાયરન વાગવા લાગ્યા છે. બજારો બંધ કરવાની સાથે ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે