ભારતે ચિનાબ નદી પર બનેલા રિયાસીના સલાલ બંધના 3 દરવાજા ખોલી નાખ્યા છે. અત્યાર સુધી આ બંધને બંધ કરીને પાકિસ્તાન તરફ જતા પાણીને રોકવામાં આવ્યું હતું. આ પગલું ભારતે સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ઉઠાવ્યું હતું. હવે ફરીથી સલાલ ડેમના ગેટ ખોલ્યા બાદ પીઓકેમાં પૂર આવવાની સંભાવના વધી છે.
8મી મેના રોજ મચાવ્યું તાંડવ
પાકિસ્તાનમાં ભારતના ભીષણ હુમલાથી વિશ્વભરમાં સનસની મચી છે. 8મી મેના રોજ જે પ્રકારે ભારતે જવાબી કાર્યવાહીમાં કોહરામ મચાવ્યો ત્યારબાદ જિન્નાનો દેશ ડરેલો છે. તેના અનેક શહેરોમાં અફરાતફરી જેવો માહોલ છે. ત્યારબાદ સવારે ભારતે ચિનાબ નદી પર બનેલો રિયાસીના સલાલ બંધના 3 ગેટ ખોલી નાખ્યા છે. અત્યાર સુધી પાકિસ્તાન જતુ પાણી રોકવામાં આવ્યું હતું. અત્રે જણાવવાનું કે ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કરી છે. હવે ફરીથી સલાલ ડેમના ગેટ ખોલ્યા બાદ પીઓકેમાં પૂરની સંભાવના વધી છે.
#WATCH | Jammu and Kashmir: Latest visuals from Reasi's Salal Dam built on Chenab River; 3 gates of the dam are seen open.
(Visuals shot at 7.30 am) pic.twitter.com/D7trUZ4avi
— ANI (@ANI) May 9, 2025
બગલિહાર ડેમનો ગેટ પણ ખોલાયો
પાકિસ્તાન પર હવે પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. બીજી બાજુ ભારતે રામબનના બગલિહાર ડેમા દરવાજા પણ ભારત ગમે ત્યારે ખોલ બંધ કરી રહ્યું છે. ભારતે સ્પષ્ટ કરેલું છે કે જળ સંધિ રદ થઈ ગઈ છે. આ કારણ હવે એ ભારત પર નિર્ભર છે કે તે કેટલું પાણી છોડે છે.
પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પૂરનું જોખમ
તેનાથી પાકિસ્તાનના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થશે અને પાકિસ્તાન ભારતને એ પણ નહીં કહી શકે કે તમે પાણી કેમ છોડ્યું. તેનાથી હવે પાકિસ્તાનના લોકોની મુશ્કેલીઓ વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે