Home> India
Advertisement
Prev
Next

ભારત છઠ્ઠીવાર UNHRC નો સભ્ય બન્યું, ભારે બહુમતથી મળેલી જીત બદલ આ રીતે માન્યો આભાર

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ  (UNHRC) ના 2022-24ના કાર્યકાળ માટે ભારતની ફરીથી પસંદગી થઈ છે.

ભારત છઠ્ઠીવાર UNHRC નો સભ્ય બન્યું, ભારે બહુમતથી મળેલી જીત બદલ આ રીતે માન્યો આભાર

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ  (UNHRC) ના 2022-24ના કાર્યકાળ માટે ભારતની ફરીથી પસંદગી થઈ છે. ગુરુવારે ભારતે 'સન્માન, સંવાદ અને સહયોગ'ના માધ્યમથી માનવાધિકારોના પ્રચાર અને સંરક્ષણ માટે કામ ચાલુ રાખવાનો સંકલ્પ લીધો. 

fallbacks

છઠ્ઠીવાર UNHRC નો સભ્ય બન્યું ભારત
UN માં ભારતના સ્થાયી મિશને આભાર વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહ્યું કે ભારત છઠ્ઠીવાર ભારે બહુમતથી UNHRC માટે ફરીથી ચૂંટાઈ આવ્યું છે. ભારતમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરવા બદલ સંયુક્ત રાષ્ટ્રના સભ્યોનો હાર્દિક આભાર. અમે સન્માન, સંવાદ અને સહયોગના માધ્યમથી માનવાધિકારો માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

ગુપ્ત મતદાન દ્વારા ચૂંટાયા દેશો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ આર્જેન્ટિના, બેનિન, કેમરૂન, ઈરિટ્રિયા, ફિનલેન્ડ, ઝામ્બિયા, હોન્ડુરાસ, ભારત, કઝાકિસ્તાન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, મલેશિયા, મોન્ટેનેગ્રો, પરાગ્વે, કતાર, સોમાલિયા, સંયુક્ત આરબ અમીરાત અને અમેરિકાની પસંદગી ગુપ્ત મતદાન  દ્વારા કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More