Home> India
Advertisement
Prev
Next

Coronavirus Cases Today: દેશમાં કોરોના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 11,499 કેસ, 255ના મૃત્યુ

Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11 હજાર 499 નવા કેસ સામે આવ્યા છે અને 255 લોકોના મૃત્યુ થયા છે. કાલે 13 હજાર 166 કેસ નોંધાયા હતા. 

Coronavirus Cases Today: દેશમાં કોરોના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 11,499 કેસ, 255ના મૃત્યુ

નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં હવે સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 11 હજાર 499 નવા કેસ સામે આવ્યા છે અને 255 લોકોના મૃત્યુ થયા છે. કાલે 13 હજાર 166 કેસ સામે આવ્યા હતા. એટલે કે કાલની તુલનામાં આજે કેસમાં 12.6 ટકાનો ઘટાડો થયો છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે. 

fallbacks

એક્ટિવ કેસ ઘટીને 1 લાખ 21 હજાર 881 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર આંકડા પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1 લાખ 21 હજાર 888 થઈ ગઈ છે. તો આ મહામારીથી જીવ ગુમાવનાર સંખ્યા વધારીને 5 લાખ 13 હજાર 481 થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી 4 કરોડ 22 લાખ 70 હજાર 482 લોકો સંક્રમણથી મુક્ત થઈ ચુક્યા છે. 

દિલ્હીમાં ફેબ્રુઆરી સુધી ઓમિક્રોનને કારણે 191 દર્દીઓના થયા મોત
દિલ્હીમાં કોવિડ 19થી જીવ ગુમાવનાર લોકોમાં આ વર્ષે 22 ફેબ્રુઆરી સુધી લેવાયેલા નમૂનામાં 80 ટકામાં ઓમીક્રોન સ્વરૂપ મળ્યું છે. સરકારી આંકડામાં આ જાણકારી આપવામાં આવી છે. મૃતકોથી એકત્ર કરાયેલા 239  નમૂનાના જીનોમ અનુક્રમણથી જાણકારી મળી કે તેમાંથી 191માં કોરોના વાયરસના ઓમીક્રોન સ્વરૂપ હતા. બાકી 48 સેમ્પલ ડેલ્ટા સહિત કોરોના વાયરસના અન્ય સ્વરૂપ હતા. 

આ પણ વાંચોઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા 4 ફ્લાઇટ મોકલશે એર ઈન્ડિયા, જાણો શું છે આગળની તૈયારી  

13 જાન્યુઆરીએ આવ્યા હતા સૌથી વધુ કેસ
ડેલ્ટા સ્વરૂપ પાછલા વર્ષે એપ્રિલ અને મેમાં મહામારીની બીજી લહેર માટે જવાબદાર હતો. આંકડા પ્રમાણે દિલ્હીમાં આ વર્ષે 22 ફેબ્રુઆરી સુધી જીનોમ સિક્વેન્સિંગ પ્રયોગશાળામાં કુલ 626 સેમ્પલના વિશ્લેષણમાં 92માં ઓમીક્રોન સ્વરૂપ મળ્યું. કુલ નમૂનામાં બે ટકામાં ડેલ્ટા સ્વરૂપ અને છ ટકામાં અન્ય સ્વરૂપો મળ્યા. દિલ્હીમાં કોવિડના કેસ 13 જાન્યુઆરીએ 28867ના રેકોર્ડ ઉંચાઈ પર પહોંચ્યા બાદ ઘટી રહ્યાં છે. 

અત્યાર સુધી આશરે 177 કરોડ ડોઝ આપવામાં આવ્યા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ મુહિમ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વિરોધી રસીના આશરે 177 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કાલે 28 લાખ 29 હજાર 582 ડોઝ આપવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધી વેક્સિનના 177 કરોડ 17 લાખ 68 હજાર 379 ડોજ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે સ્વાસ્થ્ય કર્મીઓ, કોરોના યોદ્દાઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના અન્ય બીમારીઓથી ગ્રસ્ત લોકોને 1.98 કરોડથી વધુ (1,98,63,260) પ્રિકોશન ડોઝ લગાવવામાં આવ્યા છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્યકર્મીોને રસી લગાવવામાં આવી. તો કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન બે ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More