Home> India
Advertisement
Prev
Next

Corona Update: ભારતમાં કોરોનાના નવા કેસમાં 7% નો ઘટાડો, પોઝિટિવિટી રેટ પણ ઘટ્યો

ભારતમાં મંગળવારે કોરોના વાયરસના કેસમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Corona Update: ભારતમાં કોરોનાના નવા કેસમાં 7% નો ઘટાડો, પોઝિટિવિટી રેટ પણ ઘટ્યો

નવી દિલ્હી: ભારતમાં મંગળવારે કોરોના વાયરસના કેસમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં પોઝિટિવિટી રેટ ઘટીને 14.43% થયો છે. એક દિવસમાં કોરોનાના 2.38 લાખ કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં કોવિડથી 310 દર્દીઓના મોત થયા છે. 

fallbacks

નવા કેસમાં 7 ટકાનો ઘટાડો
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2,38,018 કેસ નોંધાયા છે જે ગઈ કાલ કરતા 20,071 કેસ ઓછા છે. હાલ દેશમાં 17,36,628 દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાથી 310 દર્દીઓના એક દિવસમાં મૃત્યુ થયા છે. દેશમાં હાલ પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડો થયો છે. જે ઘટીને 14.43% થયો છે. 

ઓમિક્રોનના કેસમાં વધારો
દેશમાં હાલ ઓમિક્રોનના કેસ વધીને 8891 થયા છે. જેમાં ગઈ કાલ કરતા 8.31% નો વધારો થયો છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 94.09% થયો છે. વીકલી પોઝિટિવિટી રેટ 14.92% છે. દેશમાં સોમવારે મણિપુરમાંથી મોટી સંખ્યામાં ઓમિક્રોનના કેસ મળ્યા હતા. અહીં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને હવે 39 થઈ જ્યારે એક દિવસ પહેલા તે ફક્ત 7 હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More