Home> India
Advertisement
Prev
Next

Corona Update: કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, એક દિવસમાં 2.95 લાખથી વધુ કેસ, 2023ના મોત

Coronavirus in India: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર દિન પ્રતિ દિન ભયાનક બની રહી છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે.

Corona Update: કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, એક દિવસમાં 2.95 લાખથી વધુ કેસ, 2023ના મોત

Coronavirus in India: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર દિન પ્રતિ દિન ભયાનક બની રહી છે. રોજેરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2.95 લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 2023 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. 

fallbacks

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.95 લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોના (Corona Virus) દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,56,16,130 પર પહોંચ્યો છે. જેમાંથી 1,32,76,039 લોકો અત્યાર સુધીમાં રિકવર થયા છે. જ્યારે 21,57,538 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં રેકોર્ડબ્રેક મૃત્યુઆંકડો નોંધાયો છે. 2023 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,67,457 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 13,01,19,310 લોકોને રસી આપવામાં આવી છે. 

અમરાવતીમાં કોવિડ સેન્ટરના 40 કર્મચારી પોઝિટિવ
મહારાષ્ટ્રમાં કોરોના સતત હાહાકાર મચાવી રહ્યો છે. અમરાવતીના એક કોરોના સેન્ટરના 40 કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યા છે. જેમાં ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી સામેલ છે. આ મામલો સામે આવ્યા બાદ પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. મોટાભાગની હોસ્પિટલો આઈસીયુ, વેન્ટિલેટર અને ઓક્સિજન બેડ્સથી ભરાયેલી છે. કોરોના પોઝિટિવ લોકોને હોમ આઈસોલેશનમાં રખાશે. સુપર સ્પેશિયાલિટી કોવિડ સેન્ટરના જનસંપર્ક અધિકારી સાગર દુર્યોધને આ જાણકારી આપી (ઈનપુટ- અનિલ દવલે)

10 રાજ્યોમાંથી 77 ટકાથી વધુ કેસ
દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસના 77.67 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત 10 રાજ્યોમાંથી આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આપેલી જાણકારી મુજબ દેશમાં કોરોનાનો પોઝિટિવિટી દર સતત વધી રહ્યો છે. હાલ તે 15.99 ટકા છે. નવા કેસના 77.67 ટકા કેસ જે 10 રાજ્યોમાંથી આવ્યા છે તેમાં કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન પણ સામેલ છે. 

રિકવરી રેટ ગગડીને 85 ટકા થયો
આંકડા મુજબ કોવિડ-19થી રિકવર થવાનો રેટ સતત ઘટી રહ્યો છે. જે 85 ટકા પર પહોંચ્યો છે. કોરોનાથી રાષ્ટ્રીય સ્તરે મૃત્યુ દર 1.2 ટકા થયો છે. મહારાષ્ટ્રમાં મૃત્યુદર 1.5 ટકા અને પશ્ચિમ બંગાળમાં 1.6 ટકા છે. 

Remdesivir પર મોદી સરકારે લીધો મોટો મોટો નિર્ણય, ભાવ ઓછા થઈ શકે છે, અછત પણ થશે દૂર!

Coronavirus: ભારતમાં B.1.617 ના કારણે કોરોનાની સ્થિતિ ગંભીર!, દુનિયા પણ હલી ગઈ, જાણો કેમ છે જોખમી?

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More