Home> India
Advertisement
Prev
Next

કોરોનાથી સામાન્ય રાહત, છેલ્લા 24 કલાકમાં 3.37 લાખ કેસ નોંધાયા, ઓમિક્રોનની સંખ્યા 10 હજારને પાર

દેશમાં આ સમયે કોરોનાથી 21,13,365 દર્દીઓની  સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસનો દર 5.43 ટકા છે. તો ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 10050 થઈ ગઈ છે. ગુરૂવારની તુલનામાં તેમાં 3.69 ટકાનો વધારો થયો છે. 

કોરોનાથી સામાન્ય રાહત, છેલ્લા 24 કલાકમાં 3.37 લાખ કેસ નોંધાયા, ઓમિક્રોનની સંખ્યા 10 હજારને પાર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં આંશિક રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં 3,37,704 નવા કેસ મળ્યા છે. ગુરૂવારની તુલનામાં 9550 કેસ ઓછા આવ્યા છે. તો આ દરમિયાન 488 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 2,42,676 લોકો સાજા થયા છે. આ રીતે કોવિડને માત આપનારની સંખ્યા વધીને 3.63 કરોડથી વધી ગઈ છે. હાલ રિકવરી રેટ 93.31% છે. 

fallbacks

દેશમાં આ સમયે કોરોનાથી 21,13,365 દર્દીઓની  સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસનો દર 5.43 ટકા છે. તો ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 10050 થઈ ગઈ છે. ગુરૂવારની તુલનામાં તેમાં 3.69 ટકાનો વધારો થયો છે. 

એક્ટિવ કેસ વધીને 21 લાખને પાર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 21 લાખ 13 હજાર 365 થઈ ગઈ છે. તો મહામારીથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 4 લાખ 88 હજાર 884 થઈ ગઈ છે. આંકડા પ્રમાણે કાલે બે લાખ 42 હજાર 676 લોકો સાજા થયા, ત્યારબાદ અત્યાર સુધી કોરોનાથી 3 કરોડ 63 લાખ 1 હજાર 482 લોકો સાજા થઈ ચુક્યા છે. 

અત્યાર સુધી 161 કરોડથી વધુ ડોઝ અપાયા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા માટે 161 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. શુક્રવારે 67 લાખ 49 હજાર 746 રસીના ડોઝ આપવામાં આવ્યા છે, ત્યારબાદ દેશમાં રસીકરણ કવરેજ 161 કરોડ 16 લાખ 60 હજાર 78 ડોઝ સુધી પહોંચી ચુક્યું છે. 

આ પણ વાંચોઃ CoWIN એપથી નહીં, અહીંથી લીક થયો ડેટા, તપાસમાં સામે આવી મોટી વાત  

દેશમાં ઓમિક્રોનના 10 હજારથી  વધુ કેસ
દેશમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિએન્ટથી 10 હજાર 50 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. મોટા ભાગના કેસ દિલ્હી અને મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. ઓમિક્રોનના કુલ કેસમાં કાલના મુકાબલે 3.69 ટકાનો વધારો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More