Home> India
Advertisement
Prev
Next

India Coronavirus Updates: દેશમાં કોરોના સંકટ યથાવત, 24 કલાકમાં 36 હજારથી વધુ કેસ, 493 લોકોના મૃત્યુ

India Coronavirus Updates:  અમેરિકા બાદ ભારતમાં દરરોજ સૌથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યાં છે. એક્ટિવ કેસના મામલામાં ભારત 11માં સ્થાન પર છે. 

India Coronavirus Updates: દેશમાં કોરોના સંકટ યથાવત, 24 કલાકમાં 36 હજારથી વધુ કેસ, 493 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ India Coronavirus Updates: ભારતમાં કોરોના સંકટ હજુ ટળ્યું નથી. દરરોજ 40 હજાર જેટલા કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 34 કલાકમાં 36,083 નવા કેસ સામે આવ્યા અને 493 લોકોના મૃત્યુ થયા છે. એક દિવસ પહેલા 38667 કેસ સામે આવ્યા હતા. તો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 37,927 લોકો સાજા થયા છે એટલે કે કાલ કરતા 2337 એક્ટિવ કેસ ઘટી ગયા છે. 

fallbacks

કોરોના સંક્રમણના કુલ કેસ
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 31 લાખ 92 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 31 હજાર 225 લોકોના મોત થયા છે. સારી વાત છે કે અત્યાર સુધી 3 કરોડ 13 લાખ 76 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 85 હજાર લોકો હજુ કોરોનાથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે. 

કોરોનાના કુલ કેસ - ત્રણ કરોડ 21 લાખ 92 હજાર 576
કુલ ડિસ્ચાર્જ- ત્રણ કરોડ 13 લાખ 76 હજાર 15
કુલ સક્રિય કેસ - ત્રણ લાખ 85 હજાર 336
કુલ મૃત્યુ- ચાર લાખ 31 હજાર 225
કુલ રસીકરણ - 53 કરોડ 38 લાખ 46 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ PM મોદીએ કરી 100 લાખ કરોડની ગતિ શક્તિ યોજનાની જાહેરાત, લાખોને મળશે રોજગાર  

કેરળમાં સૌથી વધુ કોરોના કેસ છે
કેરલમાં શનિવારે કોવિડના સૌથી વધુ કેસ નોંધાયા છે. કેરલમાં છેલ્લા 24 કલાકમાં 1,39,223 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા અને 19451લોકો પોઝિટિવ મળ્યા છે. શનિવારે પણ રાજ્યમાં સક્રિય કેસ 1,80,240 થઈ ગયા છે. રાજ્યમાં કુલ મૃત્યુનો આંકડો 18499 પર પહોંચી ગયો છે, છેલ્લા 24 કલાકમાં 105 લોકોના મોત થયા છે. 

54 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 14 ઓગસ્ટ સુધી દેશભરમાં 54 કરોડ 38 લાખ 46 હજાર કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. પાછલા દિવસે 73.50 લાખ રસીના ડોઝ લગાવવામાં આવ્યા હતા. આઈસીએમઆર અનુસાર અત્યાર સુધી 49 કરોડ 36 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં શનિવારે 19.23 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More