Home> India
Advertisement
Prev
Next

Corona Update: કોરોનાના નવા કેસમાં વળી પાછો તોતિંગ વધારો, 3700થી વધુ લોકોના મોત

ભારતમાં કોરોના વાયરસના કેસમાં આજે અચાનક નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસમાં કેસ ઘટ્યા પરંતુ ત્યારબાદ અચાનક નવા કેસમાં વધારો થયો અને મોતની સંખ્યા પણ વધી.

Corona Update: કોરોનાના નવા કેસમાં વળી પાછો તોતિંગ વધારો, 3700થી વધુ લોકોના મોત

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસમાં આજે અચાનક નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસમાં કેસ ઘટ્યા પરંતુ ત્યારબાદ અચાનક નવા કેસમાં વધારો થયો અને મોતની સંખ્યા પણ વધી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.82 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં 3780 લોકોના મોત થયા છે. 

fallbacks

એક જ દિવસમાં નવા કેસમાં જબરદસ્ત ઉછાળો, મોતની સંખ્યા પણ વધી
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,82,315 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,06,65,148 પર પહોંચી ગયો છે. જેમાંથી  34,87,229 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં 3,38,439 લોકો રિકવર થયા છે. કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા 1,69,51,731  થઈ છે. ચિંતાજનક વાત એ છે કે મૃત્યુઆંક અચાનક વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 3780 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,26,188 થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 16,04,94,188 લોકોને રસી અપાઈ છે. 

કુલ 29,48,52,078 ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) ના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કુલ 29,48,52,078 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15,41,299 ટેસ્ટ ગઈ કાલે હાથ ધરાયા હતા. 

દિલ્હીમાં ઘટ્યા કેસ
દેશની રાજધાની દિલ્હીમાં ચેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 19,953 કેસ નોંધાયા છે. કુલ કેસ 12,32,942 પર પહોંચ્યા છે. એક દિવસમાં કોરોનાએ 338 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 17,752 પર પહોંચી ગયો છે. હાલ દિલ્હીમાં 90,419 એક્ટિવ કેસ છે.

All India Institute of Ayurvedic Science: કોરોનાને માત આપીને 94% દર્દીઓ ઘરે પાછા ફર્યા, જાણો કેવી રીતે થાય છે સારવાર 

ગુજરાતમાં 13 હજારથી વધુ નવા કેસ
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 13050 કેસ નોંધાયા છે. જ્યારે 12121 રિકવર પણ થયા છે. એક દિવસમાં કોરોનાએ 131 લોકોનો ભોગ લીધો છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 4754 અને સુરતમાં 1574 નોંધાયા છે.  

કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓએ આ દવા ન લેવી જોઈએ, ઓક્સિજન લેવલ ઓછું થઈ શકે છે

ચૂંટણી બાદ પૂરપાટ ઝડપે વધ્યા પશ્ચિમ બંગાળમાં કેસ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી અને પરિણામો બાદ હવે રાજ્યમાં કોરોનાના કેસ પણ સ્પીડ પકડી રહ્યા છે. એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 17,639 નવા કેસ નોંધાયા છે જ્યારે એક દિવસમાં 107 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. રાજ્યમાં ફરીથી સત્તા મેળવી ચૂકેલા મમતા બેનર્જી આજે ત્રીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે. કોરોનાના વધતા કેસને જોતા બપોરે 12 વાગે તેમણે એક સમીક્ષા બેઠક પણ બોલાવી છે. 

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઘટ્યા!
મહારાષ્ટ્રમાં ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના વાયરસના નવા 51,880 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં કોરોનાએ 891 લોકોનો ભોગ લીધો છે. હાલ રાજ્યમાં 6,41,910 એક્ટિવ કેસ છે. કુલ મૃત્યુઆંકડો 71,742 પર પહોંચી ગયો છે. રાજ્યમાં એક જ દિવસમાં જો કે 65,934 લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More