Home> India
Advertisement
Prev
Next

Corona Cases: દેશમાં સતત બીજા દિવસે 40 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં 491 લોકોના મૃત્યુ

India Coronavirus Cases: ઓગસ્ટમાં આ ત્રીજીવાર છે જ્યારે કોરોનાના નવા કેસ 40 હજારથી ઓછા નોંધાયા છે. આ પહેલા 2 ઓગસ્ટ અને છ ઓગસ્ટે 40 હજારથી ઓછા કેસ સામે આવ્યા હતા.

Corona Cases: દેશમાં સતત બીજા દિવસે 40 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં 491 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ Coronavirus Cases Today: ભારતમાં કોરોનાની બીજી લહેર હવે સ્થિર છે. દેશભરમાં આશરે 40 હજાર નવા કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 39070 નવા કોરોના કેસ આવ્યા અને 491 લોકોના મૃત્યુ થયા છે. પરંતુ આ દરમિયાન 43910 લોકો સાજા પણ થયા છે, એટલે કે કાલ કરતા એક્ટિવ કેસમાં 5331નો ઘટાડો થયો છે. 

fallbacks

ઓગસ્ટમાં આ ત્રીજીવાર છે જ્યારે કોરોનાના નવા કેસ 40 હજારથી ઓછા નોંધાયા છે. આ પહેલા 2 ઓગસ્ટ અને છ ઓગસ્ટે 40 હજારથી ઓછા કેસ સામે આવ્યા હતા. 1 ઓગસ્ટના રોજ 40134, 2 ઓગસ્ટના 30549, 3 ઓગસ્ટના 42625, 4 ઓગસ્ટના 42982, 5 ઓગસ્ટના 44643, 6 ઓગસ્ટના 38628 નવા કોરોના કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો- J&J Vaccine Price: ભારતમાં કેટલા રૂપિયામાં મળશે જોનસન એન્ડ જોનસનની વેક્સિન, જાણો વિગત

કોરોના સંક્રમણના કુલ કેસ
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ ત્રણ કરોડ 19 લાખ 34 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 27 હજાર 862 લોકોના મોત થયા છે. સારી વાત છે કે 3 કરોડ 10 લાખ 99 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા હજુ ચાર લાખથી વધુ છે. કુલ 4 લાખ 6 હજાર લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. 

કોરોનાના કુલ કેસ - ત્રણ કરોડ 19 લાખ 34 હજાર 455
કુલ સાજા થયા - ત્રણ કરોડ 10 લાખ 99 હજાર 771
કુલ સક્રિય કેસ - ચાર લાખ 6 હજાર 822
કુલ મૃત્યુ- ચાર લાખ 27 હજાર 862
કુલ રસીકરણ - 50 કરોડ 68 લાખ 10 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- પ્રધાનમંત્રી મોદી કાલે કિસાનોના ખાતામાં મોકલશે 2000 રૂપિયા, 9.75 કરોડ પરિવારોને થશે લાભ  

કેરલમાં આવ્યા સૌથી વધુ કેસ
કેરલમાં શનિવાર કોરોના વાયરસ સંક્રમણના 20367 નવા કેસ સામે આવ્યા છે. સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધી 35 લાખ 33 હજાર 918 સુધી પહોંચી ગઈ છે. તો આ સમયગાળા દરમિયાન 139 લોકોના મોત થયા છે. આ સાથે મૃતકોની સંખ્યા વધી 17,654 થઈ ગયા છે. કેરલમાં છેલ્લા 24 કલાકમાં 20265 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 33 લાખ 37 હજાર 579 લોકો સાજા થઈ ચુક્યા છે. કેરલમાં હાલ 1 લાખ 78 હજાર 166 એક્ટિવ કેસ છે. 

અત્યાર સુધી 50 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 7 ઓગસ્ટ સુધી દેશભરમાં 50 કરોડ 68 લાખ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. શનિવારે 55.91 લાખ રસી લગાવવામાં આવી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર અત્યાર સુધી 47 કરોડ 83 લાખ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે, પાછલા દિવસોમાં 18 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે. 

દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.34 ટકા છે, જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ 1.29 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત આઠમાં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલામાં ભારત અમેરિકા બાદ બીજા સ્થાને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More