Home> India
Advertisement
Prev
Next

Corona Update: બેદરકારી આપી રહી છે ત્રીજી લહેરને આમંત્રણ!, દેશમાં વધ્યા કોરોના વાયરસના કેસ

દેશમાં કોરોના (Coronavirus)  વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે.

Corona Update: બેદરકારી આપી રહી છે ત્રીજી લહેરને આમંત્રણ!, દેશમાં વધ્યા કોરોના વાયરસના કેસ

નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus)  વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 581 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે દેશમાં કોરોનાના 38,792 નવા કેસ નોંધાયા હતા જ્યારે 624 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હતા. 

fallbacks

41 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 41,806 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,09,87,880 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 39,130 દર્દી રિકવર પણ થયા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,01,43,850 થઈ છે. હાલ દેશમાં 4,32,041 દર્દીઓ સારવાર હેઠળ છે. 

એક દિવસમાં 581 લોકોના મોત
સરકારી આંકડા મુજબ દેશમાં એક દિવસમાં કોરોનાથી 581 લોકોના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 4,11,989 પર પહોંચ્યો છે. કોરોના સામે રસી એક અસરકારક હથિયાર ગણાવવામાં આવી રહ્યું છે. હાલ ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 39,13,40,491 ડોઝ અપાયા છે. જેમાંથી 34,97,058 ડોઝ ગઈ કાલે આપવામાં આવ્યા. 

રિકવરી રેટ 97.28% થયો
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં હાલ કોરોનાથી રિકવરી રેટ 97.28% થયો છે. એક્ટિવ કેસ કુલ કેસના 1.39% છે. દેશમાં વીકલી પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે જળવાઈ રહ્યો છે અને હાલ 2.21% છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ છેલ્લા સતત 24 દિવસથી 3 ટકા નીચે નોંધાય છે. જે હાલ 2.15% છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More