Home> India
Advertisement
Prev
Next

Corona Update: બેદરકારી ભારે પડી રહી છે!, કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં વળી પાછો વધારો

કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં ફરીથી ચોંકાવનારો વધારો થયો છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આ વધારો ચિંતાનો વિષય છે.

Corona Update: બેદરકારી ભારે પડી રહી છે!, કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં વળી પાછો વધારો

નવી દિલ્હી: કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં ફરીથી ચોંકાવનારો વધારો થયો છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આ વધારો ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં નવા 43 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 930 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ 34,703 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 553 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હતા. 

fallbacks

નવા કેસમાં થયો વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં ચોંકાવનારો વધારો જોવા મળ્યા છે. 43,733 નવા કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો હવે 3,06,63,665 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 47,240 દર્દીઓ રિકવર થઈ રહ્યા છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2,97,99,534 થઈ છે. હાલ દેશમાં 4,59,920 દર્દીઓ સારવાર  હેઠળ છે. 

મૃત્યુમાં પણ થયો વધારો
છેલ્લા 24 કલાકમાં 930 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 4,04,211 પર પહોંચી ગયો છે. આ અગાઉ ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ એક દિવસમાં 553 દર્દીઓના મોત થયા હતા. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 36,13,23,548 ડોઝ અપાયા છે. 

રિકવરી રેટ 97.18% થયો
દેશમાં કોરોનાથી રિકવરી રેટ હાલ 97.18% પર પહોંચ્યો છે. આ બાજુ કોરોના ટેસ્ટિંગનો આંકડો પણ વધ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ ગઈ કાલે 19,07,216 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડો હવે 42,33,32,097 પર પહોંચી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More