Home> India
Advertisement
Prev
Next

Covid-19 India Updates: કોરોનાના દૈનિક કેસમાં સતત જોવા મળી રહ્યો છે ઘટાડો, ગઈ કાલ કરતા 11 ટકા ઓછા કેસ

Covid-19 India Updates: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 44,877 દર્દીઓ નોંધાયા છે. જે ગઈ કાલે નોંધાયા હતા તેના કરતા 11 ટકા જેટલા ઓછા છે.

Covid-19 India Updates: કોરોનાના દૈનિક કેસમાં સતત જોવા મળી રહ્યો છે ઘટાડો, ગઈ કાલ કરતા 11 ટકા ઓછા કેસ

નવી દિલ્હી: Covid-19 India Updates : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 44 હજાર જેટલા નવા કેસ નોંધાયા છે. જે ગઈ કાલ કરતા 11 ટકા ઓછા છે. ગઈ કાલે દેશમાં કોરોનાના નવા 50,407 કેસ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં 804 દર્દીઓના મોત થયા હતા. દેશમાં હાલ 5,37,045 દર્દીઓ સારવાર હેઠળ છે. 

fallbacks

નવા 44 હજાર જેટલા નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 44,877 દર્દીઓ નોંધાયા છે. જે ગઈ કાલે નોંધાયા હતા તેના કરતા 11 ટકા જેટલા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1,17,591 લોકો કોરોનાથી સાજા થયા થયા છે. હાલ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 97.55 છે. એક્ટિવ કેસની વાત કરીએ તો દેશમાં હાલ 5,37,045 દર્દીઓ સારવાર હેઠળ છે. 

ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટ્યો
દેશમાં હાલ કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 3.17% થયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 4.46% થયો છે. અત્યાર સુધીમાં કુલ 75.07 કરોડ ક કોરોના ટેસ્ટ થયા છે. છેલ્લા 24 કલાકમાં 14,15,279 કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 172.81 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. 

દુનિયામાં કોરોનાની સ્થિતિ
દુનિયાભરના 190થી વધુ દેશ કોરોના વાયરસ સંક્રમણથી પ્રભાવિત છે. દુનિયામાં અત્યાર સુધીમાં 40 કરોડ 82 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ વાયરસ 58 લાખથી વધુ લોકોના જીવ લઈ ચૂક્યો છે. દુનિયાના અનેક દેશોની સાથે સાથે ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો પ્રકોપ જોવા મળ્યો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More