Home> India
Advertisement
Prev
Next

Corona Update: નવા કેસમાં વળી પાછો થયો વધારો, એક દિવસમાં 800થી વધુ લોકોના મોત

દેશમાં કોરોના (Coronavirus) ના નવા કેસના આંકડામાં સતત વધઘટ જોવા મળી રહી છે. નવા કેસમાં આજે વળી પાછો મસમોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં  દેશભરમાં કોરોનાના નવા 45 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 817 લોકોના મોત થયા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ નવા 37,566 કેસ નોંધાયા હતા અને 907 લોકોના મોત થયા હતા. 

Corona Update: નવા કેસમાં વળી પાછો થયો વધારો, એક દિવસમાં 800થી વધુ લોકોના મોત

નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus) ના નવા કેસના આંકડામાં સતત વધઘટ જોવા મળી રહી છે. નવા કેસમાં આજે વળી પાછો મસમોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં  દેશભરમાં કોરોનાના નવા 45 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 817 લોકોના મોત થયા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ નવા 37,566 કેસ નોંધાયા હતા અને 907 લોકોના મોત થયા હતા. 

fallbacks

એક દિવસમાં 45 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં નવા 45,951 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોનો આંકડો હવે 3,03,62,848 પર પહોંચી ગયો છે. હાલ કુલ 5,37,064 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 817 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો હવે 3,98,454 થયો છે. 

રિકવરી રેટ 96.92% થયો
એક દિવસમાં 60,729 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા. આ સાથે અત્યાર સુધીમાં કુલ 2,94,27,330 દર્દીઓ રિકવર થવામાં સફળ રહ્યા છે. દેશમાં રિકવરી રેટ વધીને 96.92% થયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના કુલ 33,28,54,527 ડોઝ અપાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More