Home> India
Advertisement
Prev
Next

Corona Update: ખુબ જ રાહત આપનારા આંકડા, દેશમાં કોરોનાના થયા વળતા પાણી!

દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓસરી રહ્યો હોય તેવું જણાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજાર જેટલા કેસ નોંધાયા છે.

Corona Update: ખુબ જ રાહત આપનારા આંકડા, દેશમાં કોરોનાના થયા વળતા પાણી!

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓસરી રહ્યો હોય તેવું જણાય છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજાર જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 804 લોકોના મોત થયા છે. ગઈ કાલે કોરોનાના 58077 નવા કેસ સામે આવ્યા હતા.

fallbacks

 કોરોનાના નવા 50 હજાર કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50,407 દર્દીઓ નોંધાયા છે. જો કે રિકવર કરનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. એક દિવસમાં 1,36,962 દર્દીઓ કોરોનાથી રિકવર થયા. હાલ દેશમાં 6,10,443 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ઘટીને 3.48% થયો છે. 

એક દિવસમાં 804 લોકોના મોત
કોરોનાથી એક દિવસમાં 804 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 5,07,981 થયો છે. રિકવરી રેટ સતત વધી રહ્યો છે જે રાહતની વાત છે. હાલ કોરોનાથી રિકવરી રેટ 97.37 થયો છે. જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 5.07 ટકા છે. 

દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 172.29 કરોડ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. આ સાથે જ દેશમાં કોરોના ટેસ્ટની વાત કરીએ તો 24 કલાકમાં 14,50,532 કોરોના ટેસ્ટ કરાયા છે. કુલ ટેસ્ટનો આંકડો વધીને 74.93 કરોડ સુધી પહોંચી ગયો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More