Home> India
Advertisement
Prev
Next

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5921 કેસ, 289 લોકોના મૃત્યુ

Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 5 હજાર 921 નવા કેસ સામે આવ્યા છે અને 289 લોકોના મૃત્યુ થયા છે. શુક્રવારે દેશમાં 6 હજાર 396 કેસ સામે આવ્યા હતા. 
 

Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5921 કેસ, 289 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5 હજાર 921 કેસ સામે આવ્યા છે અને 289 લોકોના મૃત્યુ થયા છે. કાલે 6 હજાર 396 કેસ અને 201 મોત નોંધાયા હતા. એટલે કે કાલની તુલનામાં આજે કેસમાં ઘટાડો થયો છે. જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે. 

fallbacks

એક્ટિવ કેસ ઘટીને 63 હજાર 878 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરાયેલા આંકડા પ્રમાણે કાલે કેસમાં 13 હજાર 450 લોકો સાજા થયા, ત્યારબાદ હવે એક્ટિવ કેસ ઘટીને63 હજાર 878 રહી ગયા છે. તો મહામારીને કારણે મૃત્યુ પામનારની સંખ્યા વધીને 5 લાખ 14 હજાર 878 થઈ ગઈ છે. આંકડા પ્રમાણે અત્યાર સુધી 4 કરોડ 23 લાખ 78 હજાર 731 લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. 

અત્યાર સુધી આશરે 178 કરોડ ડોઝ આપવામાં આવ્યા
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વિરોધી રસીના આશરે 178 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. શુક્રવારે 24 લાખ 62 હજાર ડોઝ આપવામાં આવ્યા, ત્યારબાદ અત્યાર સુધી વેક્સીનના 178 કરોડ 55 લાખ 66 હજાર 940 ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે સ્વાસ્થ્યકર્મીઓ, કોરોના યોદ્ધાઓ અને 60 વર્ષથી વધુ ઉંમરના અન્ય બીમારીથી પીડિત લોકોને 2 કરોડથી વધુ (2,05,07,232) પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરી 2021થી કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ યુક્રેનથી પરત આવી રહેલા મેડિકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય સંકટમાં, આઈએમએએ પીએમને લખ્યો પત્ર  

કોવોવૈક્સને 12-17 વર્ષના બાળકો માટ ઇમરજન્સી ઉપયોગની મંજૂરીની ભલામણ
તે જ સમયે, દેશની સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ 12 થી 17 વર્ષની વયના બાળકો માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની (SII) કોવિડ રસી કોવોવેક્સને કટોકટી ઉપયોગની પરવાનગી (EUA) ની ભલામણ કરી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ 28 ડિસેમ્બરે પુખ્ત વયના લોકોમાં કટોકટીની પરિસ્થિતિઓમાં મર્યાદિત ઉપયોગ માટે કોવોવેક્સને મંજૂરી આપી હતી. દેશના રસીકરણ અભિયાનમાં હજુ સુધી તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. SII ખાતે સરકાર અને નિયમનકારી બાબતોના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંઘે 21 ફેબ્રુઆરીના રોજ DCGIને અરજી સબમિટ કરી હતી, જેમાં 12 થી 17 વર્ષની વયના બાળકો માટે કોવોવેક્સ માટે EUAની માંગણી કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More