Home> India
Advertisement
Prev
Next

Covid-19 Updates: કોરોનાની નાગચૂડમાંથી આઝાદ થઈ રહ્યો છે દેશ!, નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો

ભારતમાં હવે કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. 75 દિવસ બાદ દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

Covid-19 Updates: કોરોનાની નાગચૂડમાંથી આઝાદ થઈ રહ્યો છે દેશ!, નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હી: ભારતમાં હવે કોરોના (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. 75 દિવસ બાદ દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાથી થતા મોતની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2726 લોકોના મોત થયા છે. જ્યારે 60 હજાર જેટલા નવા દર્દીઓ નોંધાયા છે. ગઈ કાલે એક દિવસમાં 70 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જ્યારે 3921 લોકોના કોરોનાથી મોત થયા હતા. 

fallbacks

75 દિવસ બાદ કોરોનાના નવા કેસમાં જોવા મળ્યો નોંધપાત્ર ઘટાડો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 60,471 દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે 2,95,70,881 પર પહોંચી ગયો છે. જેમાંથી 9,13,378 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 1,17,525 દર્દીઓ રિકવર થયા. અત્યાર સુધીમાં 2,82,80,472 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા. મૃત્યુઆંકમાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં 2726 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા. કુલ મૃત્યુઆંક હવે 3,77,031 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 25,90,44,072 લોકોનું રસીકરણ થયું છે. 

એક દિવસમાં 17 લાખથી વધુ કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) ના જણાવ્યાં મુજબ ગઈ કાલે સોમવારે દેશભરમાંથી કોરોનાના 17,51,358 ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો હવે 38,13,75,984 પર પહોંચી ગયો છે. 

રિકવરી રેટ 95 ટકા કરતા વધુ
ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઓછો થવાની સાથે જ રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં 95 ટકાથી વધુ લોકો ઠીક થઈ ચૂક્યા છે. જ્યારે ફક્ત 1.2 ટકા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

Jyotiraditya Scindia ની મંત્રી બનવાની સંભાવનાથી અનેક નેતાઓ ચિંતાતૂર, ઉથલપાથલના એંધાણ, જાણો કેમ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More