Home> India
Advertisement
Prev
Next

Covid-19: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2.46 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નવા 9971 કેસ 

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. રોજેરોજ કેસના જે આકડા બહાર આવી રહ્યાં છે તે ચિંતાજનક છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 9971 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 287 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આંકડા મુજબ હાલ દેશમાં 246628 કોરોના કેસ છે જેમાંથી 120406 એક્ટિવ કેસ છે. જ્યારે 119293 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. દેશમાં કોવિડ 19થી કુલ 6929 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

Covid-19: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2.46 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં નવા 9971 કેસ 

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. રોજેરોજ કેસના જે આકડા બહાર આવી રહ્યાં છે તે ચિંતાજનક છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 9971 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 287 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આંકડા મુજબ હાલ દેશમાં 246628 કોરોના કેસ છે જેમાંથી 120406 એક્ટિવ કેસ છે. જ્યારે 119293 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. દેશમાં કોવિડ 19થી કુલ 6929 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

fallbacks

દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 82968 રેલ નોંધાયા છે. જેમાંથી 42609 એક્ટિવ કેસ છે. જ્યારે 2969 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ બીજા નંબરે તામિલનાડુ આવે છે. જ્યાં કોરોનાના 30152 કેસ છે. જેમાંથી 13506 એક્ટિવ કેસ છે. જ્યારે 251 લોકોના મૃત્યુ થયા છે. 

જુઓ LIVE TV

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રીજા નંબરે દિલ્હી છે જ્યાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને હાલ કુલ 27654 કેસ નોંધાયેલા છે જેમાંથી 16229 એક્ટિવ કેસ છે. જ્યારે 761 લોકોના મૃત્યુ થયા છે. ચોથા નંબરે ગુજરાત આવે છે. જ્યાં કોરોનાના કુલ 19592 કેસ નોંધાયેલા છે અને 5057 હાલ એક્ટિવ કેસ છે જ્યારે 1219 લોકોએ જીવ ગુમાવ્યાં છે. પાંચમા નંબરે રાજસ્થાન આવે છે જ્યાં કોરોનાના 10331 કેસ નોંધાયા છે. તેમાંથી 2599 એક્ટિવ કેસ છે અને 231 લોકોના મૃત્યુ થયા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More