Home> India
Advertisement
Prev
Next

કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, આ 4 રાજ્યોમાં હાલાત ચિંતાજનક

દેશમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 9987 કેસ જોવા મળ્યાં છે. જ્યારે 331 લોકોના એક જ દિવસમાં મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના કુલ 266598 દર્દીઓ છે. જેમાંથી 129917 એક્ટિવ કેસ છે. જ્યારે 129215 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં 7466 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

કોરોના: દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, આ 4 રાજ્યોમાં હાલાત ચિંતાજનક

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 9987 કેસ જોવા મળ્યાં છે. જ્યારે 331 લોકોના એક જ દિવસમાં મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના કુલ 266598 દર્દીઓ છે. જેમાંથી 129917 એક્ટિવ કેસ છે. જ્યારે 129215 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં 7466 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

fallbacks

મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત
કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં કોરોનાના કુલ કેસ 88528 છે. જેમાંથી 40975 લોકો ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 3169 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ત્યારબાદ બીજા નંબરે તામિલનાડુ રાજ્ય આવે છે જ્યાં કોરોનાના 33229 કેસ છે. જ્યારે 286 લોકોના મૃત્યુ થયા છે. ત્રીજા નંબરે દિલ્હી આવે છે જ્યાં કોરોનાના કુલ 29943 કેસ છે અને 874 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જો કે 11357 લોકો સાજા થયા છે. 

જુઓ LIVE TV

ચોથા નંબરે ગુજરાત આવે છે. ગુજરાતમાં કોરોનાના કુલ 20545 કેસ નોંધાયા છે જેમાંથી 13956 લોકો સાજા થયા છે અને 1280 લોકોના મૃત્યુ થયા છે. પાંચમા નંબરે રાજસ્થાન આવે છે જ્યાં કોરોનાના કુલ 10763 કેસ છે જેમાંથી 8004 લોકો સાજા થયા છે અને 246 લોકોના મૃત્યુ થયા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More