Home> India
Advertisement
Prev
Next

ભગવાનના ઘરમાં પણ નોકરી અસુરક્ષિત, તિરુપતિ બાલાજી મંદિરના 1300 કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા


આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં કાર્યરત 1300 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને બહાર કાઢી દેવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 એપ્રિલે પૂરો થયો અને મંદિર ટ્રસ્ટે 1 મેથી કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની ના પાડી દીધી હતી. 
 

 ભગવાનના ઘરમાં પણ નોકરી અસુરક્ષિત, તિરુપતિ બાલાજી મંદિરના 1300 કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા

નવી દિલ્હીઃ લૉકડાઉનની અસર દેશના સૌથી ધનીક મંદિર પર પણ પડી છે. આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં કાર્યરત 1300 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને બહાર કાઢી મુકવામાં આવ્યા છે. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 એપ્રિલે પૂરો થઈ ગયો અને મંદિર તંત્રએ 1 મેથી કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની ના પાડી દીધી હતી. 

fallbacks

મંદિર ટ્રસ્ટે આપ્યો લૉકડાઉનનો હવાલો
હકીકતમાં તિરુપતિ બાલાજી મંદિર મેનેજમેન્ટે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા 1300 કર્મચારીઓને 1 મેથી કામ પર આવવાની ના પાડી દીધી હતી. મંદિર વહીવટી તંત્રએ કહ્યું કે, લૉકડાઉનને કારણે કામ બંધ છે, તેથી આ 1300 કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 એપ્રિલથી આગળ વધારવામાં આવ્યો નથી. 

તિરૂમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ટ્રસ્ટ તરફથી ત્રણ ગેસ્ટહાઉસ ચલાવવામાં આવે છે, જેના નામ વિષ્ણુ, નિવાસમ શ્રીનિવાસમ અને માધવમ છે. કાઢવામાં આવેલા તમામ 1300 કર્મચારી આ ગેસ્ટહાઉસોમાં ઘણા વર્ષોથી કામ કરતા હતા. 

સમગ્ર દેશમાં કોરોના વોરિયર્સને ભારતીય સેનાની સલામી, વિમાનથી કરી પુષ્પવર્ષા

તિરુપતિ બાલાજી મંદિરના અધ્યક્ષ વાઈ બી સુબ્બા રેડ્ડીએ કહ્યું કે, લૉકડાઉનને કારણે બધા ગેસ્ટ હાઉસ બંધ છે, જેના કારણે આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે, નિયમિત કર્મચારીઓને પણ આ દરમિયાન કોઈ કામ સોંપવામાં આવ્યું નથી. 

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને કારણે તિરુપતિ બાલાજી મંદિર 20 માર્ચથી બંધ છે, પરંતુ મંદિરમાં દૈનિક અનુષ્ઠાન પુજારીઓ દ્વારા કરવામાં આવે છે. વર્તમાન નાણાકીય વર્ષ માટે આ મંદિરનું બજેટ 3309 કરોડ રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More