અમેરિકી ટેરિફ પર દુનિયાભરથી પ્રતિક્રિયાનો દૌર ચાલુ છે. આ કડીમાં ફિનલેન્ડ કે જેની આબાદી ફક્ત 56 લાખ છે તેણે અમેરિકાને પણ તેની બેવડી નીતિનો આઈનો દેખાડ્યો છે. આ એ જ ફિનલેન્ડ છે જે પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સામે પણ ઝૂક્યો નહતો . બન્યુ એવું કે ફિનલેન્ડના સ્વતંત્ર થિંક ટેન્કે એક રિપોર્ટ બહાર પાડીને અમેરિકા અને પશ્ચિમી દેશોની એ કથની અને કરનીમાં ફરકને ઉજાગર કર્યા છે. જેમાં અમેરિકા ભારત પર રશિયન ઓઈલ ખરીદી અંગે સવાલ ઉઠાવી રહ્યું છે પરંતુ તે પોતે રશિયા પાસેથી ભારે પ્રમાણમાં વેપાર કરી રહ્યું છે.
ફિનલેન્ડની થિંક ટેન્ક CREA
અસલમાં થિંક ટેન્ક CREA એ જણાવ્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદથી રશિયાને જીવાશ્મ ઈંધણની નિકાસથી કુલ 923 અબજ યુરોની કમાણી થઈ. જેમાં એકલા યુરોપીયન સંઘ ઈયુની ભાગીદારી 212 અબજ યુરો એટલે કે 23 ટકા રહી જ્યારે ભારતની ભાગીદારી માત્ર 13 ટકા એટલે કે 123 અબજ યુરો રહી. ચીને રશિયા પાસેથી સૌથી વધુ 200 અબજ યુરો મૂલ્યની ઉર્જા ખરીદી.
એક એક કરીને પોલ ખોલી
એટલું જ નહીં CREAના રિપોર્ટથી એ પણ ખુલાસો થયો કે ઈયુ ફક્ત ઓઈલ જ નહીં પરંતુ રશિયા પાસેથી ખાતર, સ્ટીલ,કેમિકલ્સ અને ટ્રાન્સપોર્ટ ઉપકરણો પણ ખરીદે છે. જ્યારે અમેરિકી જી7 દેશોના જહાજોએ જૂન 2025માં 56 ટકા રશિયન સમુદ્રી ઓઈલનું ટ્રાન્સપોર્ટેશન કર્યું જે મેની સરખામણીમાં 6 ટકા વધુ છે. એટલે કે પશ્ચિમી દેશ રશિયા પાસેથી પરોક્ષે વેપાર કરી રહ્યા છે અને આ બધુ તેમની મૂલ્ય કેપની નીતિના દાયરામાં થઈ રહ્યું છે. જેને તેઓ પોતે લાગૂ કરે છે.
આ રિપોર્ટના આવવાનો ટાઈમિંગ પણ ગજબ છે કારણ કે અમેરિકાએ ભારત પર રશિયન ઓઈલની ખરીદીના આરોપમાં ટેરિફ બમણો કરીને 50 ટકા કર્યો. જ્યારે ગત મહિને ઈયુએ પણ ભારતની રિફાઈનિંગ કંપની નાયરા એનર્જી પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ કાર્યવાહીઓ પર ભારતીય સરકારી સૂત્રોએ કહ્યું કે આ રિપોર્ટ ભારતના ઉર્જા હિતોને લઈને તેમના સ્ટેન્ડને યોગ્ય સાબિત કરે છે.
ભારતની મોટી ભૂમિકા
બીજી બાજુ ભારતનું એ પણ કહેવું છે કે તે રશિયન ઓઈલ ખરીદીને વૈશ્વિક ઓઈલ કિંમતોને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ભારતની ખરીદી દુનિયાની કુલ દૈનિક આપૂર્તિના લગભગ 9 ટકા છે જેનાથી કિંમતો સ્થિર બનેલી છે. CREAએ એ પણ જણાવ્યું કે 2025ના બીજા ત્રિમાસિકમાં રશિયાની જીવાશ્મ ઈંધણથી આવક 18 ટકા ઘટી છે. જે યુદ્ધ શરૂ થયા બાદ સૌથી મોટો ઘટાડો છે. જ્યારે નિકાસના પ્રમાણમાં 8 ટકા વધારો થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે