Home> India
Advertisement
Prev
Next

મિસાઇલ VL-SRSAM નું સફળ પરીક્ષણ, 15 કિમી દૂરથી દુશ્મનનો કરી દેશે ખાત્મો

DRDO એ કહ્યું કે VL-SRSAM ને ભારતીય નૌસેના માટે સ્વદેશી રૂપથી ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે, જેનો ઉદેશ્ય સમુદ્રી-સ્કિમિંગ ટાર્ગેટ સહિત સરહદ પર વિભિન્ન હવાઈ ખતરાને બેઅસર કરવાનો છે. 

મિસાઇલ VL-SRSAM નું સફળ પરીક્ષણ, 15 કિમી દૂરથી દુશ્મનનો કરી દેશે ખાત્મો

નવી દિલ્હીઃ ભારતે મંગળવારે ઓડિશાના કિનારા પર ચાંદીપુરમાં 'વર્ટિકલી લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટૂ એર મિસાઇલ' (VL-SRSAM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) અનુસાર આ મિસાઇલ લગભગ 15 કિમીના અંતર પર સ્થિત દુશ્મનના ટાર્ગેટને ખતમ કરી શકે છે. 

fallbacks

DRDO એ કહ્યું કે VL-SRSAM ને ભારતીય નૌસેના માટે સ્વદેશી રૂપથી ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે, જેનો ઉદેશ્ય સમુદ્રી-સ્કિમિંગ ટાર્ગેટ સહિત સરહદ પર વિભિન્ન હવાઈ ખતરાને બેઅસર કરવાનો છે. ડીઆરડીઓ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મિસાઇલને ખુબ ઓછી ઉંચાઈ પર સ્થિત ઇલેક્ટ્રિક લક્ષ્યને ધ્વસ્ત કરવા માટે વર્ટિકલ લોન્ચરથી છોડવામાં આવી હતી.

ITR, ચાંદીપુર દ્વારા તૈનાત ટ્રેકિંગ સાધનોનો ઉપયોગ કરીને આરોગ્ય પરિમાણો સાથે વાહનના ફ્લાઇટ પાથનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વર્ટિકલ શોર્ટ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલના સફળ પરીક્ષણ પર સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને નૌકાદળને અભિનંદન આપ્યા છે. રક્ષા મંત્રીએ કહ્યું કે આ મિસાઈલના પરીક્ષણથી નૌકાદળની હવાઈ ખતરાનો સામનો કરવાની ક્ષમતામાં વધારો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More