Home> India
Advertisement
Prev
Next

#ZeeNewsWorldExclusive: ચીન વિરૂદ્ધ ચક્રવ્યૂહ, હવે સમુદ્રમાં પણ અંકુશ લગાવવાની તૈયારી

ભારતે જમીન બાદ હવે સમુદ્રમાં પણ ચીન પર અંકુશ લગાવવાની તૈયારી કરી લીધી છે અને તેમાં દુનિયાની ત્રણ મોટી નૌસેનાઓ ભારત સાથે છે. ZEE NEWS WORLD EXCLUSIVE સમાચાર અનુસાર ભારતમાં ચાર દેશોના યુદ્ધભ્યાસ કરશે.

#ZeeNewsWorldExclusive: ચીન વિરૂદ્ધ ચક્રવ્યૂહ, હવે સમુદ્રમાં પણ અંકુશ લગાવવાની તૈયારી

નવી દિલ્હી: ભારતે જમીન બાદ હવે સમુદ્રમાં પણ ચીન પર અંકુશ લગાવવાની તૈયારી કરી લીધી છે અને તેમાં દુનિયાની ત્રણ મોટી નૌસેનાઓ ભારત સાથે છે. ZEE NEWS WORLD EXCLUSIVE સમાચાર અનુસાર ભારતમાં ચાર દેશોના યુદ્ધભ્યાસ કરશે. આ વર્ષના અંતમાં થનાર માલાબાર યુદ્ધાભ્યાસમાં અમેરિકા અને જાપાન ઉપરાંત ઓસ્ટ્રેલિયાની નૌસેના પણ સામેલ થશે. જાણી લો કે માલાબાર યુદ્ધાભ્યાસમાં સામેલ થવા આ ચાર દેશોની ચીન સાથે તનાતની છે. 

fallbacks

આ વર્ષના અંતરમાં થનાર માલાબાર યુદ્ધાભ્યાસમાં ભાગ લેવામાં ઓસ્ટ્રેલિયાની દિલચસ્પી પર ભારત ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે અને આગામી થોડા અઠવાડિયામાં તેના પર નિર્ણય લઇ શકે છે. 

જો ભારત ઓસ્ટ્રેલિયાને અભ્યાસમાં સામેલ કરવાનો નિર્ણય લે છે તો તે આ ચતુર્ભુજ ગઠબંધનનો ભાગ હશે જેની સ્થાપના હિંદ-પ્રશાંતમાં શાંતિ અને સ્થાયિત્વ સ્થાપવા અને ચીનના પ્રભાવને ઓછો કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. 

તમને જણાવી દઇએ કે નવેમ્બર 2017માં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ચર્તુભૂજ ગઠબંધનને બનાવ્યું હતું જેથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોને કોઇના પ્રભાવથી મુક્ત રાખવો ખરેખર નવી રણનીતિ બનાવી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More