Home> India
Advertisement
Prev
Next

Monsoon Rain: ખેડૂતો માટે સારા સમાચાર, આ વર્ષે પડશે જોરદાર વરસાદ, હવામાન વિભાગે કરી ચોમાસાની ભવિષ્યવાણી

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને મંગળવારે કહ્યુ કે આ વર્ષે લાંબા ગાળાના હવામાનની આગાહી પ્રમાણે ચોમાસું વરસાદ એવરેજથી 105% સુધી થઈ શકે છે.
 

Monsoon Rain: ખેડૂતો માટે સારા સમાચાર, આ વર્ષે પડશે જોરદાર વરસાદ, હવામાન વિભાગે કરી ચોમાસાની ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે ભવિષ્યવાણી કરી છે કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં દેશભરમાં સામાન્યથી વધુ એટલે કે જોરદાર વરસાદ પડશે. હવામાન વિભાગની આ ભવિષ્યવાણી કૃષિ અને અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે, કારણ કે કૃષિ ક્ષેત્રનું ભારતની કુલ જીડીપીમાં 18 ટકાનું યોગદાન છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવે મંગળવારે વરસાદ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ વર્ષે ચોમાસામાં એવરેજથી 105 ટકા વધુ વરસાદ થઈ શકે છે.

fallbacks

આ સાથે હવામાન વિભાગે અલ નીનોની સ્થિતિની સંભાવનાઓને નકારી દીધી છે. ભારતીય હવામાન વિભાગના પ્રમુખ મૃત્યુંજય મહાપાત્રાએ નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું- ભારતમાં ચાર મહિનાની ચોમાસું સીઝન (જૂનથી સપ્ટેમ્બર) માં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે અને કુલ સંચિત લાંબા ગાળાનો વરસાદ સરેરાશના 105 ટકા એટલે કે 87 સેમી હોવાનો અંદાજ છે."

અલ નીનોની સંભાવના નહીં
તેમણે કહ્યું કે ભારતીય ઉપમહાદ્વીપમાં સામાન્યથી ઓછા ચોમાસું વરસાદ સાથે જોડાયેલ અલ નીનો જેવી સ્થિતિ આ વખતે વિકસિત થવાની સંભાવના નથી. મહત્વનું છે કે દેશમાં ચોમાસું સામાન્ય રીતે 1 જૂન આસપાસ કેરલમાં પ્રવેશ કરી શકે છે. ત્યારબાદ તે દેશભરમાં આગળ વધે છે. પછી સપ્ટેમ્બરના મધ્યમાં ચોમાસાની વાપસી શરૂ થાય છે.

આ પણ વાંચોઃ એક વ્યક્તિ કેટલી જમીન ખરીદી શકે? કાયદા વિશે ખાસ જાણો નહીં તો જવું પડશે જેલમાં

આ વાત ડરાવશે?
તેમણે આ સાથે કેટલીક ડરાવનારી વાતોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે દેશના કેટલાક ભાગ પહેલાથી વધુ ગરમીનો સામનો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે એપ્રિલથી જૂન વચ્ચે અનેક રાજ્યોમાં વધુ સંખ્યામાં લૂની સંભાવના છે. તેનાથી વીજળી ગ્રીડ પર દબાવ વધી શકે છે અને કેટલીક જગ્યાએ દુકાળની સમસ્યા ઉભી થઈ શકે છે. તેમણે કહ્યું કે પીવાના પાણીનું સંકટ ઉભુ થઈ શકે છે.

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તેથી ચોમાસું અતિ મહત્વપૂર્ણ છે, કારણ કે મોટા ભાગની સિંચાઈ ચોમાસાના વરસાદ પર નિર્ભર રહે છે. ખેતીવાડી  દેશની લગભગ 42.3 ટકા વસ્તીની આજીવિકાનો આધાર છે અને તે દેશના ગ્રોસ ડોમેસ્ટિક ઉત્પાદનમાં 18.2 ટકાનું યોગદાન આપે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More